પિતા-પુત્રના RT-PCR ટેસ્ટના SVP અને ખાનગી લેબના રિપોર્ટમાં વિરોધાભાસ

0
45

– કોરોનાના ટેસ્ટની વિશ્વસનિયતા સામે સવાલો ઉભા થયા

– અગાઉ નારોલના આ પિતા-પુત્રના રેપિડ-એન્ટિજન ટેસ્ટ મ્યુનિ.ના અર્બન હેલ્થ સેન્ટરમાં એક જગ્યાએ પોઝીટિવ અને બીજે નેગેટિવ

કોરોનાના ટેસ્ટ રેપિડ-એન્ટીજન અને આરટી-પીસીઆર ટેસ્ટ સામે શંકા ઉભી થાય તેવા કેસો અવારનવાર સપાટી પર આવતાં જાય છે. નારોલ વિસ્તારમાં રહેતા પિતા અને પુત્રએ ગયા સપ્તાહે નારોલમાં રેપિડ ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં બન્નેના રિપોર્ટ પોઝીટિવ આવ્યા હતા.

બાદમાં 45 મિનીટ બાદ તેમણે ઈસનપુર જઈને ટેસ્ટ કરાવ્યા તો બન્નેના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. આ ઘટના તેમના રિપોર્ટની નકલ સાથે સોશ્યલ મીડિયામાં ફરતી થતાં હેલ્થ ખાતું દોડતું થયું હતું. તેમણે બન્નેના આરટી-પીસીઆર ટેસ્ટ કર્યા તેમાં પણ ગરબડ થઈ છે.

આ અંગેની વિગત એવી છે કે, અગાઉ તા. 3-10-2020ના રોજ તપનભાઈ અને તેમના પુત્ર કૌશીકભાઈના રેપિડ-એન્જિન ટેસ્ટના રિઝલ્ટમાં ગરબડ હોવાનું જણાતા હેલ્થ ખાતાએ બન્નેના આરટી-પીસીઆર ટેસ્ટ તા. 4થીએ એસવીપી હોસ્પિટલમાં કરાવ્યા હતાં. જેમાં બન્ને પોઝીટિવ હોવાનું જણાયું હતું.

પરંતુ અગાઉનો અનુભવ સારો ના હોવાથી તેમણે ફરી ક્રોસ ચેક માટે ખાનગી લેબોરેટરી સુપ્રાટેકમાં ટેસ્ટ કરાવ્યો જેમાં પિતાનો રિપોર્ટ પોઝીટિવ અને પુત્રનો રિપોર્ટ નેગેટિવ આવ્યો જોકે મ્યુનિ.તંત્રનું કહેવું છે કે અમારો એસવીપીનો રિપોર્ટ જ ફાઈનલ ગણાય. જોકે આવું થઈ કઈ રીતે શકે તે પ્રશ્નનો ચોક્કસ જવાબ કોઈનીય પાસે નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે રેપિડ-એન્ટીજન ટેસ્ટનું રિઝલ્ટ 15 મીનિટમાં આવી જતું હોય છે. આ ટેસ્ટની ચોક્કસતા શંકાસ્પદ ગણાય છે. જ્યારે આરટી-પીસીઆર ટેસ્ટનું પરિણામ 24 કલાકે આવે છે અને તે વધુ વિશ્વાસપાત્ર ગણાય છે. પરંતુ આ કેસમાં બન્ને પ્રકારના ટેસ્ટ સામે સવાલો ઉભા થયા છે.

આ ઉપરાંત રેપિડ-એન્ટીજન ટેસ્ટ કરનાર ડૉક્ટર કે પેરામેડિકલ સ્ટાફ મોટાભાગે હાથ પર મોજા એકના એક પહેર્યા રાખતા હોય છે. એટલે આગળની વ્યક્તિ પોઝીટિવ હોય અને એ જ ગ્લોઝ તંદુરસ્ત વ્યક્તિના નાક સુધી પહોંચે તો તેને ચેપ લાગે કે નહીં ? તે પ્રશ્નનો જવાબ તો ડૉક્ટરો જ આપી શકે પણ ટેસ્ટ કરાવનાર વ્યક્તિ આવા દ્રશ્ય જોયને ચોક્કસ વહેમાઈ જાય.

[WP-STORY]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here