પૃથ્વીનો ઉત્તર છેડો : આર્કિટક સર્કલ

0
96

પૃથ્વીનો ઉત્તર ધ્રુવના પ્રદેશમાં આકિર્ટક સમુદ્ર, ઉપરાંત કેનેડા, રશિયા, નોર્વે, ગ્રીનલેન્ડ, ફિનલેન્ડ અને સ્વીડન સહિતના દેશોના કેટલાક વિસ્તારો આવેલા છે. લગભગ ૫૪ લાખ ચોરસ માઈલનો આ વિસ્તાર અજાયબ ભૂગોળ ધરાવે છે. ઉત્તર દિશાના આકાશમાં બે નક્ષત્રો ગ્રેટ બેર અને લીટલબેર ના નામ ઉપરથી તેનું નામ આકિર્ટક પડયું છે. ગ્રીક ભાષામાં તેનો અર્થ બેટ કે રીંછની નજીક એવો થાય છે. આ વિસ્તારમાં હમેશાં બરફ છવાયેલો રહે છે. સૌથી નીચું તાપમાન માઈનસ ૬૮ ડિગ્રી નોંધાયુ હતું. આ વિસ્તારની કેટલીક વિશેષતાઓ જાણવા જેવી છે.

પૃથ્વી પરના તાજા પાણીનો દસ ટકા ભાગ ઉત્તરધ્રુવમાં બરફ સ્વરૂપે સચવાયેલો છે.

હિમ જેવા દરિયાઈ વિસ્તારમાં પોલાર બેર, વ્હેલ, સીલ જેવી જીવસૃષ્ટિ વસે છે.

આ વિસ્તાર માછલી કુદરતી ગેસ અને કેટલાક ખનીજોથી સમૃધ્ધ છે.

આ વિસ્તારની ગ્રે વ્હેલ ૧૨૫૦૦ માઇલનો પ્રવાસ કરી દર વર્ષે કેનેડા જાય છે અને પાછી આવે છે.

ધ્રુવીય પ્રદેશોમાં લગભગ ૪૦ લાખની માનવવસતિ પણ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here