પેટાચૂંટણીમાં કોરોના ન ફેલાય સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફેલાય

0
88

– સોશિયલ મીડિયામાં લોકોએ ઠેકડી ઉડાડી

– વાહ રે, ભાજપ સરકાર, નવરાત્રિમાં મૂર્તિને હાથ અડાડો તો કોરોના થાય, ચૂંટણીમાં ઇવીએમને અડો તો ન થાય

એક બાજુ, પેટાચૂંટણીમાં પ્રચારના શ્રીગણેશ થતાં ગુજરાતમાં રાજકીય ધમધમાટ શરૂ થયો છે.બીજી તરફ,કોરોનાના સંક્રમણ વધશે તેવી દહેશતને રાજ્ય ચૂંટણીપંચે મહાનગરપાલિકા,નગરપાલિકા ઉપરાંત પંચાયતોની ચૂંટણી મુલતવી રાખી છે.

જોકે, ચૂંટણીપંચના આ નિર્ણયને લઇને સોશિયલ મિડીયામાં ભરપુર કોમેન્ટ થઇ રહી છે. લોકો એવી ટીખળ કરી રહ્યાં છેકે, ગુજરાતમાં બે પ્રકારના કોરોના છે. પેટાચૂંટણી યોજાય તો કોરોના ફેલાશે નહી,પણ સૃથાનિક સ્વરાજની ચૂંટણી થાય તો કોરોનાનું સંક્રમણ વધી શકે છે.

કોરોના મહામારીને કારણે રાજ્ય સરકારે આ વર્ષે નવરાત્રી પર રોક લગાવી છે જેના કારણે ખેલૈયાઓ નારાજ થયા છે.પણ લોકો સવાલ એ કરી રહ્યાં છેકે, જો પેટાચૂંટણી યોજાઇ શકતી હોય તો ગરબા કેમ નહીં.

રાજ્ય ચૂંટણીપંચે પણ કોરોનાને આગળ ધરી મહાનગરપાલિકા,નગરપાલિકા ઉપરાંત પંચાયતોની ચૂંટણીઓ મુલતવી રાખી છે ત્યારે સોશિયલ મિડીયામાં લોકો એવો રોષ ઠાલવી રહ્યાં છેકે, વાહ રે,ભાજપ સરકાર, નવરાત્રીમાં પ્રસાદ વહેચો તો કોરોના થાય, ભગવાનની મૂર્તિને હાથ અડો તો કોરોના થાય, પણ પેટાચૂંટણીમાં મત આપવા ઇવીએમને હાથ અડાડો તો કોરોના ન થાય. 

 આ વખતે ભાજપ સરકાર ખેલૈયાઓની જ નહીં પણ બેરોજગારોના ય નિશાને છે. એટલે જ યુવાઓ ફેસબુક , ટ્વિટર અને વોટ્સએપ પર કોમેન્ટ કરીને એવુ કહી રહ્યાં છેકે, ગુજરાતમાં નવી ભરતી આવી છે.ભરતીનું નામ,વિધાનસભા , પોસ્ટનું નામ- એમએલએ , શૈક્ષણિક લાયકાત : અંગુઠા છાપ, પરીક્ષા – 3જી નવેમ્બર , પરિણામ : 10મી નવેમ્બર , પગાર : રૂા.1.16 લાખ

એવી ય કોમેન્ટ થઇ છેકે , મતદારોને ચેતવણી : કોરોના સંક્રમણને પગલે પેટાચૂંટણીમાં મત આપવા જાઓ તો ધ્યાન રાખજો. ઇવીએમને અડશો તો કોરોના થશે.એટલે ઇવીએમને દૂરથી જોઇને પાછા આવજો. આમ,લોકો સોશિયલ મિડિયા પર સરકારની ટીખળ કરી રોષ ઠાલવી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here