પેટાનિયમોના સુધારાને પડકારવાની APMC ચેરમેનને સત્તા નથી: હાઇકોર્ટ

0
22

– ખેડૂતોની સહકારી મંડળીઓના

– જૂનાગઢ જિલ્લાની મંડળીઓએ પેટાનિયમોમાં કરેલા સુધારા સામે APMC ચેરમેને કરેલી અપીલ કોર્ટે ફગાવી

ખેડૂતોની સહકારી મંડળી તેના પેટાનિયમોમાં સુધારો કરે તો એ.પી.એમ.સી. ચેરમેનને આ સુધારાઓને પડકારવાની કાયદાકીય સત્તા નથી તેવું અવલોકન કરતો ચુકાદો ગુજરાત હાઇકોર્ટે આપ્યો છે.

જૂનાગઢ જિલ્લાની એક મંડળીએ પેટાનિયમોમાં કરેલા સુધારાઓને જૂનાગઢ એ.પી.એમ.સી.ના ચેરમેન દ્વારા પડકારવામાં આવ્યા હતા. ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની ખંડપીઠે ચેરમેનની પિટિશન ફગાવી આ અવલોકન કર્યુ છે.

જૂનાગઢ જિલ્લાના કેટલાંક ગામડાંઓની સહકારી મંડળીઓએ તેમના પેટાનિયમોમાં ફેરફાર કર્યો હતો. ખેતીલક્ષી ધિરાણ આપતી આ મંડળીઓના પેટાનિયમોમાં સુધારાના કારણે આ ખેડૂતો તેમના મતદારન ન રહે તેવો ઘાટ સર્જાયો હતો. તેથી તેમણે આ પેટા નિયમોને મંજૂરી આપતા આદેશ સામે ચેરમેને ગાંધીનગર સ્થિત મુખ્ય રજિસ્ટ્રાયર સમક્ષ અપીલ કરી હતી. જેમાં મુખ્ય રજિસ્ટ્રારે પેટાનિયમોમાં થયેલા સુધારાના આદેશને રદ કર્યો હતો.

જેથી આ ખેડૂત મંડળીઓએ હાઇકોર્ટમાં સિંગલ જજ સમક્ષ પિટિશન કરી હતી. મંડળીઓ તરફથી સીનિયર એડવોકેટ પ્રકાશ જાનીની રજૂઆત હતી કે એ.પી.એમ.સી. ચેરમેનની આ રીતે અપીલની સત્તા નથી.

ઉપરાંત અપીલની ઓથોરિટીએ પણ તેમના નિર્ણય બદલ યોગ્ય કારણો આપ્યા નથી. સિંગલ જજે મંડળીઓની તરફેણમાં સ્ટે આપતા ચેરમેને ડિવીઝન બેન્ચમાં અપીલ કરી હતી. ડિવીઝન બેન્ચે ચેરમેનની અ પીલ ફગાવી નોંધ્યું છે કે આ રીતે પેટાનિયમોના સુધારાને પડકારવાની ચેરમેનને કોઇ કાયદાકીય સત્તા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here