પેરામેડિકલમાં 33,612 વિદ્યાર્થીઓ મેરિટમાં : 75 ટકાથી વધુ છોકરીઓ

0
84

– પ્રવેશ સમિતિ દ્વારા પ્રોવિઝનલ મેરિટ જાહેર

– 600થી વધુ વિદ્યાર્થીએ ડબલ ફોર્મ ભર્યા, કુલ 1,329 બાકાત આ વર્ષે 4 હજાર ઉમેદવાર વધ્યા : નવી મંજૂરી સાથે બેઠકો વધશે

પેરામેડિકલમાં પ્રવેશ માટેની ઓનલાઈન સેન્ટ્રલાઈઝડ પ્રક્રિયા અંતર્ગત આજે પ્રવેશ સમિતિએ પ્રોવિઝનલ મેરિટ જાહેર કર્યુ છે. જેમાં 33612 વિદ્યાર્થીનો સમાવેશ થયો છે.જેમાં 75 ટકાથી વધુ છોકરીઓ છે અને છોકરાઓ માંડ 25 ટકા જેટલા જ છે. ગત વર્ષથી 4 હજાર જેટલા વિદ્યાર્થીઓ મેરિટમાં વધ્યા છે.જો કે આ વર્ષે બેઠકો પણ વધવાની શક્યતા છે.

ધો.12 સાયન્સ પછીના નીટ વગરના બોર્ડના પરિણામ આધારીત પેરામેડિકલ કોર્સીસમાં ફિઝિયોથેરાપી , બી.એસ.સી નર્સિંગ, જનરલ નર્સિંગ, ઓક્ઝલરી નર્સિંગ, ઓપ્ટોમેટ્રી, ઓર્થોટિક્સ,સહિતના 8 જેટલા કોર્સનો સમાવેશ થાય છે.

એક કોર્સમાં એક જ કોલેજ હતી જે બંધ થવાથી સાત કોર્સ હતા પરંતુ આ વર્ષે કેન્દ્ર સરકારે નેચરોપેથી કે જે અગાઉ નીટ આધારીત કોર્સ હતો તે હવે નીટ વગરથી ભરવાની છુટ આપતા ફરી 8 કોર્સ થઈ ગયા છે.આ વર્ષે નેચરોપેથીમાં આયુષ કાઉન્સિલની મંજૂરીથી બોર્ડના પરિણામ પર પ્રવેશ અપાશે.

પેરામેડિકલમાં હાલ 400થી વધુ કોલેજોની 22800 જેટલી બેઠકો છે.ગત વર્ષે 30 હજાર જેટલુ રજિસ્ટ્રેશન થયુ હતુ અને જેની સામે મેરિટમાં 29777 વિદ્યાર્થીનો સમાવેશ થયો હતો ત્યારે આ વર્ષે 34731 વિદ્યાર્થીનું ફાઈનલ રજિસ્ટ્રેશન થયુ છે.35524 પિન વેચાયા હતા પરંતુ તેમાંથી 34911નું રજિસ્ટ્રેશન થયુ હતુ અને ફી 34731 વિદ્યાર્થીએ ભરી છે.

આ વિદ્યાર્થીઓમાંથી મેરિટમાં 33612 વિદ્યાર્થીનો સમાવેશ થયો છે. રજિસ્ટ્રેશન કરનારા વિદ્યાર્થીઓમાંથી 600થી વધુ વિદ્યાર્થીએ ડબલ ફોર્મ ભર્યા હતા તેમજ 400થી વધુ વિદ્યાર્થીઓ અપુરતા ડોક્યુમેન્ટ, પુરક પરીક્ષામાં પાસ, ઓછી ઉંમર ,વધારે ઉંમર,અપુરતી શૈક્ષણિક લાયકાત સહિતના કારણોને લધી મેરિટમાંથી બાકાત રહ્યા છે. એકંદરે 1329 ડિસ્કવોલીફાઈ છે.

33612 વિદ્યાર્થીઓમાં 25385 છોકરીઓ અને 8227 છોકરીઓ છે. કેટેગરી મુજબ  11996 એસઈબીસીમાં, 3098 ઈડબલ્યુએસમાં, એસસીમાં 6000, એસટીમાં 7391,અને ઓપનમાં 5199 વિદ્યાર્થીઓ છે. બોર્ડ મુજબ ગુજરાત બોર્ડના 32318, સેન્ટ્રલ બોર્ડના 507, નેશનલ ઓપન સ્કૂલિંગના 760, આઈસીએસઈના 26 વિદ્યાર્થીઓ છે અને એક વિદ્યાર્થી આઈબી બોર્ડનો છે.

આ વર્ષે  સામાન્ય પ્રવાહના 40 ટકાથી વધુ વિદ્યાર્થીઓ 

પેરામેડિકલમાં કેટલાક કોર્સમાં ધો.12 સામાન્ય પ્રવાહ પછી પણ પ્રવેશ લઈ શકાય છે. ખાસ કરીને ઓક્ઝિલરી નર્સિંગમાં મોટા  ભાગે સા.પ્રવાહ પાસ કરેલી યુવતીઓ પ્રવેશ લેતી હોય છે ત્યારે આ વર્ષે પેરામેડિકલમાં મેરિટમાં સમાવીષ્ટ 33612 વિદ્યાર્થીઓમાં જનરલ સ્ટ્રીમના એટલે કે ધો.12 સામાન્ય પ્રવાહના 15229 વિદ્યાર્થીઓ છે. જ્યારે  ધો.12 સાયન્સ પાસ થયેલા 18383 વિદ્યાર્થીઓ છે.

કોલેજોની મંજૂરી હજુ બાકી હોવાથી પ્રવેશમાં વિલંબ થશે

કોરોનાને લીધે પેરામેડિકલની જુની કોલેજોની રીન્યુઅલ પરમિશન પણ બાકી છે અને નવી કોલેજોની મંજૂરી પણ આવી નથી ત્યારે મેરિટ જાહેર થયા બાદ પ્રવેશ ફાળવણીની પ્રક્રિયામં ઘણો વિલંબ થાય તેમ છે.પ્રોવિઝનલ મેરિટ બાદ વિદ્યાર્થીઓને સુધારા વધારા માટે એક સપ્તાહ અપાયો છે . નીટના પરિણામ બાદ મોક રાઉન્ડ શરૂ કરાય તેવી શક્યતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here