પૈસાની બરબાદી અને પ્રગત્તિમાં બાધા, તમામ મોટી મુશ્કેલી હલ થશે કરો બસ આ ઉપાય

0
96

મનુષ્ય હંમેશાં કોઈનો કોઇ સમસ્યાથી ઘેરાયેલ રહે છે. શું તમે ક્યારેય આ પાછળનું કારણ સમજવાનો પ્રયત્ન કર્યો છે? સતત બીમારી થવી, ફસાયેલા પૈસા અને નિષ્ફળતાઓ પાછળનું કોઈ કારણ છે. મનુષ્યની આ સમસ્યાઓનું સમાધાન પણ આસપાસમાં ક્યાંક છે. આજે આપણે મુળભૂત સમસ્યાઓના સમાધાન સુધી પહોંચવાનો પ્રયાસ કરીશુ.

મૂળભૂત સમસ્યાઓના કારણો અને તેમના ઉપાયો

સતત આવતું આર્થિક સંકટ
ઘરે સતત પૈસાની બરબાદી થતી હોય તો આ કારણ હશે જવાબદાર. જો ઘરમાં સતત પાણીનો વ્યય થયા કરતો હોય. જ્યાં ત્યાં કચરો હોય તો લક્ષ્મી નારાજ થાય છે. તૂટેલા વાસણો ઘરમાં વપરાય છે તો ક્લેશ અને આર્થિક સંકટ આવીને ઉભુ રહે છે.

ઉપાય
સૌ પ્રથમ કચરો અને ગંદકી દૂર કરો. તમારી આવકમાંથી કેટલોક ભાગ નિયમિત દાન કરો. વારંવાર પૈસા રાખવાની જગ્યાને બદલશો નહીં જો ઘરમાં સતત પાણીનો વ્યય થતો હોય તો તેને અટકાવો.

સતત થતી તકરાર અને મતભેદ
ખોટી જગ્યાએથી ઘરમાં આવક આવવી. ઘરના વડીલોની અવગણના કરવી. ઘરે પૂજા નહીં, પ્રાર્થના નહીં ભગવાનને યાદ કરવા નહી. ઘરમાં કાચની ખૂબ જ સામગ્રી હોય તો આવુ થયા કરે છે.

ઉપાય
તમારી આવકનો કેટલોક ભાગ દાન કરો. દરરોજ સવારે વડીલોના આશીર્વાદ લો. શિવ અને માતા પાર્વતીને નિયમિત પ્રાર્થના કરો. ઘરે લાકડાની વસ્તુઓનો ઉપયોગ કરો. તુલસીના છોડ રોપવા તેની નિયમિત પૂજા અર્ચના કરવી.

ઘરમાં કોઈ પ્રગત્તિ ન થવી
ઘરે હંમેશા ઝઘડો કરવો. તમારા સહાયકો સાથે સારી રીતે વર્તન ન કરો. ઘરે મહિલાઓની પજવણી કરવી. જાણી જોઈને બીજાઓને પજવણી કરવી આ તમામ વસ્તુઓથી પ્રગત્તિ અટકી પડે છે.

ઉપાય
બને ત્યાં સુધી શાંતિ જાળવો. ગુસ્સો કે તકરાર ન કરો. તમારા સહાયકો અને સ્ત્રીઓ માટે દયા અને લાગણી રાખો. ગજેન્દ્ર મોક્ષનો નિયમિત પાઠ કરો. અશુદ્ધ આહાર ત્યજો. ભોજન લો તે સાત્વિક હોવુ જોઇએ. અઠવાડિયામાં એકવાર ગરીબોને ઘરે રાંધેલ ભોજનનું દાન કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here