પૈસા પડવાનું પણ છે ખાસ કારણ: એ વાતને મજાકમાં ન લો, જો આ રીતે પડે તો થઈ જશો માલામાલ!

0
121

આપણા જીવનમાં ઘણી એવી ઘટના બનતી હોય કે જેને આપણે નજરઅંદાજ કરતાં હોઈએ. જેમ કે આપણે કોઈ વસ્તુ લઈને જતા હોઈએ અને નીચે પડી જાય તો આપણે તેને અશુભ માનીએ છીએ. પરંતુ જો તમારા હાથમાંથી પૈસા રૂપિયા નીચે પડે તો તે ક્યારેક તમને માલામાલ પણ કરી શકે છે. આવી વાતો શગુણ શાસ્ત્રમાં કરવામાં આવી છે. જો કે આ એક જ્યોતિષ મત છે.

શગુણ શાસ્ત્ર અનુસાર જો તમે કોઈ કામ માટે બહાર જાઓ છો ત્યારે તમારા કપડામાંથી રૂપિયા કે પૈસા નીચે પડી જાય તો તેને શુભ શગુણ માનવામાં આવે છે. એના અર્થ એ થયો કે તમે જે જરૂરી કામ માટે બહાર જાઓ છો તે જરૂર પુરુ થશે. તેમજ આવનાર દિવસોમાં ધન પ્રાપ્તિ થશે.

જો તમે કોઈ સાથે ધનની લેણ દેણ કરવા જતાં હોઈ અને બીજાને પૈસા આપતા સમયે જો તમારા હાથમાંથી પૈસા નીચે પડે તો એને પણ શુભ માનવામાં આવે છે. એનો મતલબ એ થયો કે આવનારા દિવસોમાં તમારા પ્લાન પુરા થશે અને ધનની અઢળખ પ્રાપ્તિ થઈ શકે છે. સાથે જ નોકરી અને વેપારમાં પણ લાભ થઈ શકે છે.

શગુણ શાસ્ત્ર અનુસાર જો તમે કોઈ કામ માટે બહાર જતાં હોવ અને તમને જમીન પર પડેલો સિક્કો મળે તો તેને પણ શુભ સંકેત માનવામાં આવે છે. એનો અર્થ એ થયો કે મા લક્ષ્મી સાથે સાથે પુર્વજોના આશીર્વાદ પણ તમારી સાથે છે. ભવિષ્યમાં તમને મોટો લાભ થવાનો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here