કોરોના સંક્રમણ સતત આગળ વધી રહ્યું છે.મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંકડો વધીને 37,734 થયો છે. મૃત્યુ આંક પણ વધીને 1013 પર પહોંચ્યો છે. રિક્વરી રેટમાં વધારો થતાં અત્યાર સુધીમાં કુલ 35,118 લોકો કોરોનાને હરાવીને ઘરે પહોંચ્યાં છે. હાલ શહેર અને જિલ્લામાં કુલ મળીને 1603 એક્ટિવ કેસ છે.
સિવિલ-સ્મીમેરમાં સારવાર હેઠળના 32 થી વધુ દર્દીઓ ગંભીર
સુરત નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળના 32 થી વધુ દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળના 18 દર્દીઓની હાલત અત્યંત ગંભીર છે. જે પૈકી 4 દર્દી વેન્ટિલેટર ઉપર, 11 બાયપેપ અને 18 ઓક્સિજન પર છે. જયારે સ્મીમેર હોસ્પિટલમાં 3 દર્દી વેન્ટિલેટર પર, 4 દર્દી બાયપેપ અને 14 દર્દી ઓક્સિજન પર છે.
મનપાના ડેપ્યુટી ટાઉન પ્લાનર અને સિવિલના ડોક્ટર સક્રમીત થયા
શહેરી વિસ્તારના જે 158 લોકો કોરોનાથી સક્રમીત થયા છે તેમાં મનપાના ડેપ્યુટી ટાઉન પ્લાનર, બે વિદ્યાર્થી, બે કેદી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની શાળાના શિક્ષક, નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટર, જમીન દલાલ, બીએસએનએલ કંપનીના અધિકારી, એસએમસીના વેક્શીન વિભાગના એસએસઆઇ સહિત ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા 8 નો સમાવેશ થાય છે.