પ્રતિક્રિયા:કૃષ્ણા અભિષેક મામા ગોવિંદા સાથે સમાધાન કરવા માગે છે, કહ્યું- હવે તો માત્ર કપિલ શર્મા જ આ વિવાદનો અંત લાવી શકે છે

0
80

કોમેડિયન કૃષ્ણા અભિષેક તથા તેના મામા ગોવિંદાની વચ્ચે છેલ્લા એક વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે. હાલમાં જ ગોવિંદા કોમેડિયન કપિલ શર્માના શોમાં આવ્યો હતો. જોકે, આ સમયે કૃષ્ણા અભિષેક જોવા મળ્યો નહોતો. હવે, કૃષ્ણાએ આ અંગે વાત કરી છે.

શું કહ્યું કૃષ્ણાએ?
બોમ્બે ટાઈમ્સ સાથેની વાતચીતમાં કૃષ્ણાએ કહ્યું હતું, ‘ચીચી મામા શોમાં આવવાના છે, તે વાત મને 10 દિવસ પહેલાં જ ખબર પડી હતી, કારણ કે સુનીતા મામી તેમની સાથે આવવાના નહોતા, તેથી ટીમને લાગ્યું મને પર્ફોર્મ કરવામાં કોઈ વાંધો નથી. ગયા વર્ષે સુનીતા મામી નહોતા ઈચ્છતા કે હું તેમની સામે પર્ફોર્મ કરું. જોકે, આ વખતે આ મારો નિર્ણય હતો.’

વધુમાં કૃષ્ણાએ કહ્યું હતું, ‘હું ગોવિંદા મામાની સાથે સ્ટ્રોંગ રિલેશનશિપ શૅર કરું છું. આ ઝઘડાની મારા પર ઘણી જ અસર થઈ છે. જ્યારે બે લોકો વચ્ચે સંબંધો ખરાબ હોય તો આવામાં કોમેડી કરવી મુશ્કેલ છે. આ ઉપરાંત મારી મજાકનું મામાને ખોટું પણ લાગી શકે છે. સારી કોમેડી માટે સેટ પર વાતાવરણ સારું હોય તે જરૂરી છે. હું ગેરંટી સાથે કહી શકું છે કે જો મેં મામા આગળ સપના બનીને નહીં પણ કૃષ્ણા બનીને પર્ફોર્મ કર્યું હોત તો ધમાલ મચી હોત. હું શોમાં તેમને ટ્રિબ્યૂટ આપી શકત.’

લૉકડાઉનમાં મામાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો
કૃષ્ણાએ આગળ વાત કરતાં કહ્યું હતું કે લૉકડાઉનમાં તેણે મામા ગોવિંદાનો સંપર્ક કરવાનો અનેકવાર પ્રયાસ કર્યો હતો. તેના બાળકો હોસ્પિટલમાં હતા પરંતુ તેઓ જોવા આવ્યા નહીં. એક બાળક જીવન અને મોત સામે લડી રહ્યું હતું, ત્યારે પણ મામા આવ્યા નહોતા. તેણે મામાને ફોન કર્યો હતો પરંતુ સામેથી કોઈ જવાબ મળ્યો નહીં.

કપિલ જ વિવાદનો અંત લાવી શકે છે
કૃષ્ણાએ કહ્યું હતું, ‘આખરે તે ક્યાં સુધી ઉકેલ લાવવાનો પ્રયાસ કરતો રહે. માત્ર એક ગેરસમજ છે. દુઃખ થાય છે. જોકે, તેઓ મને મળવા માગતા નથી તો હું પણ તેમને મળવા માગતો નથી. હવે તો માત્ર કપિલ શર્મા જ અમારા વિવાદનો અંત લાવી શકે છે. મામા હવે જ્યારે બીજીવાર આવે ત્યારે તે મને સ્ટેજ પર બોલાવે અને બધાની વચ્ચે સમાધાન કરવાનું કહે. જોકે, અમે સેલેબ્સને આટલી જલ્દી શોમાં રીપિટ કરતાં નથી પણ મને લાગે છે કે આ 2021માં શક્ય બનશે.’

વિવાદનું કારણ શું?
કૃષ્ણા અભિષેકની પત્ની કાશ્મીરા શાહે એક ટ્વીટ કરી હતી. તેણે ટ્વીટમાં કહ્યું હતું કે લોકો પૈસા માટે નાચતા હોય છે. ગોવિંદાની પત્ની સુનીતાનો આક્ષેપ હતો કે કાશ્મીરાએ આ ટ્વીટના માધ્યમથી ગોવિંદાને સંભળાવ્યું છે. બસ ત્યારથી બંને પરિવાર વચ્ચેના સંબંધો ખરાબ થયા છે. ગયા વર્ષે ગોવિંદા પરિવાર સાથે કપિલ શર્માના શોમાં આવ્યો હતો. ત્યારે કૃષ્ણા શોમાં હાજર રહ્યો નહોતો. તે સમયે સુનીતા નહોતી ઈચ્છતી કે કૃષ્ણા સેટ પર હાજર રહે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here