પ.બંગાળ અલકાયદાના આતંકીઓનો અડ્ડો બની રહ્યુ છે, કાશ્મીર કરતા ખરાબ સ્થિતિઃ ભાજપ

0
44

કલકત્તા, તા. 15 નવેમ્બર 2020 રવિવાર

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પારો ઉંચે ચઢી રહ્યો છે.

ભાજપના બંગાળ પ્રમુખ દિલિપ ઘોષે સ્ફોટક આક્ષેપ કરતા કહ્યુ છે કે, રાજ્યમાં ખૂંખાત આંતકી સંગઠન અલ કાયદાના સભ્યોની ઓળખ થઈ છે.આતંકવાદીઓનુ બંગાળમાં નેટવર્ક મજબૂત થઈ રહ્યુ છે.બંગાળના કૂચ બિહાર વિસ્તારમાં અલ કાયદાના આતંકીઓની ઓળખ થઈ છે.પશ્ચિમ બંગાળ આતંકીઓનો અડ્ડો બની રહ્યુ છે અને અહીંયા કાશ્મીર કરતા પણ ખરાબ હાલત છે.

આગામી વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનરજીને ભાજપ ટક્કર આપે તેમ લાગી રહ્યુ છે અને બિહારની ચૂંટણીના પરિણામોથી ભાજપનો ઉત્સાહ વધી ગયો છે.આ સંજોગોમાં ભાજપ પશ્ચિમ બંગાળમાં હિન્દુત્વનો મુદ્દો ઉઠાવે તેવુ પાર્ટીના નેતાઓના નિવેદનથી લાગી રહ્યુ છે.

બીજી તરફ ભાજપના કાર્યકરોની છાશવારે થતી હત્યાઓના કારણે પણ મમતા બેનરજી ઘેરાઈ રહ્યા છે અને આ મુદ્દો પણ ચૂંટણીમાં ચગાવાય તેમ લાગી રહ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here