ફટાકડા બજાર માટે કોઈ ગાઈડલાઈન નહી છતા પ્લોટની હરાજી જાહેર કરાતા વેપારીઓ મુંઝવણમાં મૂકાયા

0
102

દિવાળી સાદાઈથી ઉજવવાની સરકારે જાહેરાત કરી છે પરંતુ ફટાકડા બજાર માટે કોઈ ગાઈડલાઈન સરકારે બહાર હજુ પાડી નથી, ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફટાકડા સ્ટોલ માટેના પ્લોટની હરાજી જાહેર કરાતા ફટાકડા બજારના વેપારીઓ અસમંજસમાં છે કે ફટાકડાનો સ્ટોક ખરીદવો કે નહીં?

ચાલુ વર્ષે કોરોનાના કારણે શહેરીજનો કોરોના મહામારી અને લોકડાઉનના કારણે આર્થિક મુશ્કેલી અનુભવી રહ્યા છે. તેવામાં પાલિકાની આ હરાજીએ વિવાદ ઉભો કર્યો છે. કોરોનાની ગંભીરતાને જોતા સરકારે તહેવારોને મોકૂફ રાખવાનો નિર્ણય લીધો હતો. તો સરકારે ઉજવણી સંદર્ભે ફટાકડાના સ્ટોલ માટે હરાજી જાહેર કરતા લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે. એક તરફ સરકારે ફટાકડા બજાર કેવી રીતે ખોલવા અથવા ખોલવા કે નહીં તેની સ્પષ્ટ ગાઈડ લાઈન બહાર પાડી નથી, તેવામાં સેવાસદનના ફટાકડા બજારની હરાજીને કારણે વેપારીઓ અસમંજસમાં છે કે હરાજીમાં ભાગ લેવો કે નહીં અને ફટાકડામાં રોકાણ કરવું કે નહીં.

પાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં ટીપી સ્કીમના ફાઇનલ પ્લોટ પર હંગામી ધોરણે દિવાળીના તહેવારોને અનુલક્ષીને ફટાકડાના સ્ટોલ ઊભા કરવા જગ્યા ફાળવવાનું આયોજન હાથ ધરાયું છે. આ માટે જાહેર હરાજી કરાશે. હરાજીમાં ભાગ લેવા ડિપોઝિટ સાથે અરજી કરવાની છેલ્લી 15 ઓક્ટોબર છે. 21 ઓક્ટોબરે હરાજી કરાશે.

કોર્પોરેશનના 19 પ્લોટ પર ફટાકડાના સ્ટોલ ઉભા કરાશે. આ પ્લોટ ગોરવા, કારેલીબાગ, અયપ્પા ગ્રાઉન્ડ, હરિધામ ફ્લેટ સામે અમરનાથ પુરમ પાસે, મહેસાણા નગર ગરબા ગ્રાઉન્ડ, સમા-સાવલી રોડ, સુભાનપુરા રેવા પાર્ક, ગરબા ગ્રાઉન્ડ, વિજયનગર પાસે હરણી ન્યૂ સમા રોડ, સીતાબાગ, છાણી, જકાતનાકા પાસે સહિતના સ્થળ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here