ફડનવીસના કાર્યક્રમમાં બોમ્બ વિસ્ફોટની ધમકી, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સિંચાઇ પ્રધાનના પીએને ફોન આવ્યો

0
59

એક કરોડ રૂપિયા આપો નહીંતર દેવેન્દ્ર ફડનવીસના કાર્યક્રમમાં બોમ્બ વિસ્ફોટ કરીશું એવો ધમકીનો ફોન મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સિંચાઇ પ્રધાન ભાજપના ગિરીશ પ્રધાનના પીએ દીપક તાયડેને મંગળવારે બપોરે બે વાગ્યે આવ્યો હતો. 

દેવેન્દ્ર ફડનવીસ મહારાષ્ટ્ર રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન છે. બે દિવસ પહેલાં આવોજ ફોન રાજ્યના શિક્ષણ પ્રધાન આશિષ સેલારને પણ આવ્યો હતો. તરત આ વાતની જાણ વાંદરા પોલીસને કરવામાં આવી હતી. વાંદરા પોલીસે શેલારને આવેલા ફોન બાબતમાં બે વ્યક્તિની ધરપકડ કરી હતી. 

હવે ભૂતપૂર્વ સિંચાઇ પ્રધાન ગિરીશ મહાજનના પીએ દીપક તાયડેને આવતાં આ ફોનની જાણ પણ મુંબઇ પોલીસને કરાઇ હતી. પોલીસ પ્રવક્તાએ વધુ માહિતી આપવાનો ઇનકાર કરતાં ફક્ત એટલું કહ્યું હતું કે અમારી તપાસ ચાલુ છે. હાલના તબક્કે મિડિયાને કશું કહી શકાય એમ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here