ફરિયાદ / AMCના ડિમોલેશનની કામગીરી પર ફરી એક વખત ઉઠ્યા સવાલ, જાણો શું છે મામલો?

0
87

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ડિમોલેશનની કામગીરી પર ફરી એક વખત સવાલ ઉઠ્યા છે. કલેક્ટર દ્વારા બાપુનગરમાં ગેરકાયદે બાંધકામને તોડવાના બે વખત આદેશ આપવામાં આવ્યા છે. તેમ છતા AMC દ્વારા ગેરકાયદે બાંધકામને તોડવામાં આવતુ નથી.

 • AMCના ડિમોલેશનની કામગીરી પર ફરી એક વખત ઉઠ્યા સવાલ
 • બાપુનગરમાં ગેરકાયદે બાંધકામને કલેક્ટરે 2 વખત તોડવાના કર્યા છે આદેશ
 • બાપુનગરના મહેશ્વરી સોસાયટી પાસે ગેરકાયદે બનાવાઈ છે 4 દુકાનો

મળતી માહિતી મુજબ બાપુનગરના મહેશ્વરી સોસાયટી પાસે સુરજીતસિંહ નામના શખ્સ દ્વારા ગેરકાયદે 4 દુકાનો બનાવાઈ. હાલમાં આ દુકાનોને નરેશ પરમાર નામના વ્યક્તિને ભાડે આપવામાં આવી છે.. આ મામલે મહેશ્વરી સોસાયટીના સભ્ય ચંદ્રેશભાઈ દ્વારા ફરિયાદ કરાઈ છે.

રજૂઆત કર્યા બાદ નરેશ પરમારે ફરિયાદીના પરિવારને જાનથી મારવાની ધમકી

નરેશ પરમાર રાજકીય વગ ધરાવતો હોવાથી AMC કામગીરી ન કરતી હોવાનો ફરિયાદીએ આક્ષેપ કર્યો છે. ગેરકાયદે બાંધકામને કલેક્ટરના આદેશ બાદ પણ તોડવામાં ન આવતા ચંદ્રેશભાઇએ AMC કમિશનર, TDO, જિલ્લા રજિસ્ટ્રારને અનેક વખત રજૂઆત કરી. રજૂઆત કર્યા બાદ નરેશ પરમારે ફરિયાદીના પરિવારને જાનથી મારવાની ધમકી આપી છે.

પરિવારે પોલીસ કમિશનર અને CMને રજૂઆત કરી

આ મામલે ચંદ્રેશભાઈ ફરિયાદ કરવા માટે બાપુનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જોકે પોલસ દ્વારા દર વખતે માત્ર અરજી લેવામાં આવે છે. અને ફરિયાદ નોંધવામાં આવતી નથી. જ્યાં સુધી કોઈ ઘટના નહી બને ત્યાં સુધી અમે ફરિયાદ નહી લઈએ તેવુ બાપુનગર પોલીસનું રટણ છે. ફરિયાદ ન નોંધાતા પરિવારે પોલીસ કમિશનર અને CMને રજૂઆત કરી છે. જોકે હજુ સુધી  કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી..

સળગતા સવાલ

 • કલેક્ટરના આદેશ બાદ પણ AMC કાર્યવાહી કેમ કરતુ નથી?
 • કલેક્ટરના બે વખત આદેશ AMCને લાગૂ પડતા નથી?
 • AMC કમિશનર ઘટનાથી કેમ અજાણ બની રહ્યા છે?
 • TDOને પરિવારે ફરિયાદ કરી તેમ છતા કાર્યવાહી કેમ નહી?
 • ધમકી મળી હોવાની પોલીસ કેમ ફરિયાદ લેતી નથી?
 • બાપુનગર પોલીસે કોઈ ઘટના બને તેની રાહ જુએ છે?
 • પરિવારની કેમ ફરિયાદ લેવામાં આવતી નથી?
 • પોલીસ કમિશનરને અરજી કર્યા બાદ પણ કેમ કાર્યવાહી નહી?
 • પોલીસ કમિશનર કાર્યવાહીના આદેશ કેમ આપતા નથી?
 • CMO સુધી ફરિયાદ કર્યા બાદ પણ કેમ કાર્યવાહી નહી?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here