ફરી એકવાર ગેંગવોરથી ધણધણી ઉઠ્યું સુરતઃ રાવણ ગેંગ દ્વારા સુલતાન ગેંગ પર જીવલેણ હુમલો

0
99

સુરતમાં છેલ્લા ઘણા સમયથી ગેંગવોરની ઘટનાઓ સામે આવી રહી છે. સુર્યા મરાઠીના હત્યાકાંડ બાદ પણ સુરતમાં ગેંગવોરની ઘટનાઓ સામે આવતી રહે છે. તેવામાં સુરતના લિંબાયતમાં રાવણ ગેંગ અને સુલતાન ગેંગ વચ્ચે અથડામણ થઈ હોવાની વિગતો સામે આવી છે. જેમાં સુલતાન ગેંગના એક શખ્સ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે.

સુરતના લિંબાયત વિસ્તારમાં રાવણ ગેંગ દ્વારા સુલતાન ગેંગ પર હુમલો કરવામાં આવ્યો હતો. ઉધના રોડ નજીક રાવણ ગેંગના 8 જેટલાં સાગરીતોએ સુલતાન પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. પણ આ જીવલેણ હુમલામાં સુલતાન ભાગી જવામાં સફળ રહ્યો હતો. પણ રાવણ ગેંગના હાથમાં સુલતાન ગેંગનો રાહુલ હાથમાં આવી ગયો હતો.

રાવણ ગેંગના સભ્યો દ્વારા રાહુલ પર જીવલેણ હુમલો કરાયો હતો. આટલેથી જ અટકતાં રાવણ ગેંગે સુલતાન ગેંગની કારમાં આગ પણ લગાવી દેવામાં આવી હતી. સરેઆમ ચાલી રહેલાં આ આતંકથી ઉધનામાં રહેતાં લોકોમાં ડરનો માહોલ છવાઈ ગયો હતો. તેવામાં સુરતમાં લુખ્ખાઓનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે. અને સુરતમાં રોજ નવી નવી ગેંગો બની રહી છે. ત્યારે સુરત પોલીસ પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. શું સુરતને આવી ગેંગમાંથી મુક્તિ મળશે ખરી?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here