ફાયદાકારક / અનેક પ્રકારના સંક્રમણથી બચાવી ઝડપથી ઈમ્યૂનિટી વધારશે આ ખાસ દેશી ડ્રિંક, પીશો તો થશે ગજબની અસર

0
42

ઈમ્યૂનિટી માત્ર હેલ્ધી ખાઈ-પી લેવાથી જ સારી રહે છે એવું નથી. તેના માટે હેલ્ધી રૂટીન પણ ફોલો કરવું પડે છે. આ સાથે જ કેટલીક હેલ્ધી ડ્રિંક્સનું સેવન કરવામાં આવે તો ઝડપથી ઈમ્યૂનિટી વધારી શકાય છે. આજે અમે તમને એવી જ એક ખાસ ઈમ્યૂનિટી ડ્રિંક વિશે જણાવીશું.

  • બેસ્ટ ઈમ્યૂનિટી બૂસ્ટર છે આ ડ્રિંક
  • રોજ પીશો તો સંક્રમણનો ખતરો નહીં રહે
  • ઘરમાં જ સરળતાથી બની જશે ડ્રિંક

આ ડ્રિંક પીવાથી તમે અનેક પ્રકારની સંક્રમણ બીમારીઓથી બચીને રહેશો. સાથે જ આમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ અનેક રીતે ફાયદાકારક પણ છે. આ ડ્રિંકમાં ખાસ કરીને ગોળ અને હળદરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં ભરપૂર એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જેનાથી ઈમ્યૂનિટી મજબૂત થાય છે. સાથે જ સવારે આ ડ્રિંક પીવાથી ગટ હેલ્થ પણ સારી થાય છે. 

સવારે આપણે જે કંઈપણ ખાઈએ છીએ તેની અસર પાચનતંત્ર અને ગટની હેલ્થ પર પડે છે. ગોળ અને હળદરમાંથી બનેલી આ ડ્રિંક આયુર્વેદિક ઈમ્યૂનિટી બૂસ્ટર તરીકે કામ કરે છે. સાથે જ પાચનને પણ સુધારે છે. 

સામગ્રી

2-3 એલચી
ચપટી હળદર પાઉડર
ગોળ સ્વાદ પ્રમાણે
એક ગ્લાસ દૂધ
2-3 બદામ

આ રીતે બનાવો ડ્રિંક

આ ડ્રિંક બનાવવા માટે સૌથી પહેલાં એક ગ્લાસ દૂધ તપેલીમાં લો. પછી તે સહેજ ગરમ થાય એટલે તેમાં એલચી પાઉડર, હળદર, બદામ નાખી સહેજ ઉકાળી પછી ગેસ બંધ કરીને સ્વાદ પ્રમાણે ગોળ નાખી દો. પછી હલાવીને ગ્લાસમાં કાઢીને નવશેકું રહે એટલે પી લો. આ ડ્રિંક રોજ રાતે સૂતી વખતે અથવા તો સવારે પી શકો છો. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here