ફાર્મા ઉદ્યોગમાં પીઈ/વીસી ઈન્વેસ્ટમેન્ટમાં 3.50 ગણો વધારો

0
34

– કોવિડ-૧૯ના સમયગાળામાં ફાર્મા ક્ષેત્રની પ્રવૃત્તિ વધુ મજબૂત બની રહ્યાનું ચિત્ર

વર્તમાન કેલેન્ડર વર્ષનાં ફાર્મા ક્ષેત્રમાં પ્રાઈવેટ ઈક્વિટીસ તથા વેન્ચર કેપિટલ ઈન્વેસ્ટમેન્ટસમાં ૩.૫૦ ગણો વધારો થયો છે. ૨૦૨૦ના જાન્યુઆરીથી સપ્ટેમ્બર દરમિયાન ફાર્મા ક્ષેત્રમાં કુલ ૧.૬૯ અબજ ડોલરનું રોકાણ આવ્યું છે. ફાર્મા ક્ષેત્રમાં એક અબજ ડોલરથી વધુનું પીઈ-વીસી ઈન્વેસ્ટમેન્ટ પહેલી જ વખત જોવા મળ્યું છે. 

સારી કામગીરીને લઈ દેશના ફાર્મા ઉદ્યોગમાં રોકાણકારો સારો રસ ધરાવે છે. ભારતમાં ફાર્મા ક્ષેત્રની ઉત્પાદન પ્રવૃત્તિ પ્રત્યે રોકાણકારો પોઝિટિવ હોવાનો ફન્ડ મેનેજરો મત ધરાવે છે. કોવિડ-૧૯ના સમયગાળામાં પ્રવૃત્તિ વધુ મજબૂત બની છે. ખાસ કરીને ચીન ખાતેથી ફાર્મા ઈમ્પોર્ટસ પર લાગુ કરાયેલી મર્યાદાઓને પરિણામે દેશના ફાર્મા ક્ષેત્રમાં વધુ મજબૂતાઈ આવી છે.

ગયા વર્ષના જાન્યુઆરીથી સપ્ટેમ્બરના ગાળામાં  ૩૬.૮૦ કરોડ ડોલરની સામે વર્તમાન વર્ષમાં ફાર્મા ક્ષેત્રમાં ૧૯ કરારોમાં ૧.૬૯ અબજ ડોલરનું રોકાણ આવ્યું છે. ૨૦૧૯ના સંપૂર્ણ વર્ષમાં ૧૮ કરારોમાં ૮૨.૫૦ કરોડ ડોલરનું રોકાણ આવ્યું હતું, એમ એક રિસર્ચ પેઢીના રિપોર્ટમાં જણાવાયું હતું. 

કોરોનાવાઈરસને કારણે હેલ્થકેર તથા લાઈફ સાયન્સ ક્ષેત્ર વિશ્વભરમાં કેન્દ્રસ્થાને રહ્યા છે. છેલ્લા ત્રણ દાયકાથી ભારતના ઉત્પાદન ક્ષેત્રનો પ્રવાસ મજબૂત રહ્યો છે અને વોલ્યુમની દ્રષ્ટિએ ત્રીજો મોટો ઉત્પાદક દેશ બન્યો છે. 

અમેરિકામાં મંજુર થયેલ કુલ જેનેરિકસ દવામાંથી ૪૦ ટકા હિસ્સો ભારતની જેનેરિકસનો રહ્યો છે. અમેરિકામાં ખવાતી દર ત્રણમાંથી એક પિલ્સ ભારતના જેનેરિકસ ઉદ્યોગ દ્વારા ઉત્પાદિત થયેલી જોવા મળે છે. 

અમેરિકાના વહીવટીતંત્ર દ્વારા ૨૦૦૯થી  સખત દેખરેખને કારણે ભારતનો ફાર્મા ઉદ્યોગ કવોલિટીના ધોરણો પ્રત્યે સજાગ રહે છે અને તેની પાછળ જંગી ઈન્વેસ્ટમેન્ટ પણ કરતો રહે છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here