ફિલ્મ દુનિયાના શહેનશાહ અમિતાભ બચ્ચનના 78 માં જન્મદિવસની સુરતમાં અનોખી ઉજવણી

0
93

સુરત શહેરમાં આજરોજ અમિતાભ બચ્ચન પ્રેમીઓ બચ્ચનને પોતાના ભગવાન જેવા શહેરના કેટલાક વ્યક્તિઓ માને છે. જોકે આજે અમિતાભ બચ્ચનના 78માં જન્મદિવસ નિમિત્તે તેમને ચાહતા સુરતના વ્યક્તિઓએ બર્થ ડે કેક કાપી અને સ્વૈચ્છિક રક્તદાન કરી અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરી હતી.

સુરત રક્તદાન કેન્દ્રના નિલેશભાઈ મહેતાએ જણાવ્યું હતું કે સીટીલાઇટ રોડ ઉપર આવેલા અમીધારા એપાર્ટમેન્ટમાં રીટા 51 વર્ષીય નિલેશકુમાર બોડાવાલા અને તેના પરિવારના સભ્યો અને તેના મિત્રો અમિતાભ બચ્ચનને ખૂબ ચાહે છે એટલું જ નહિ પણ તેમણે પોતાના ઘરન નામ બચ્ચન ધામ આપ્યું છે. આજે અમિતાભ બચ્ચનના 78ના જન્મદિવસ નિમિત્તે ત્યાં અમિતાભ બચ્ચન ના નામ ની આરતી ગાય જન્મદિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી.

બાદમાં કેક કટિંગ કરીને તેમના ઘરના પ્રવેશ દ્વાર થી લઈને શરમ ખંડ સુધી અમિતાભ બચ્ચનની અત્યાર સુધીના તમામ ફિલ્મના વિવિધ અદભુત ફોટોગ્રાફીનું કલેક્શન ફેસબુક લાઈવ બતાવવામાં આવ્યું હતું એટલું જ નહિ પણ મિત્રોએ ભેગા મળીને અમિતાભ બચ્ચનની ફિલ્મ ના ગીતો ગાય આનંદ મળ્યો હતો.

વધુમાં તેમણે કહ્યું હતું તે નિલેશકુમાર અને તેમના મિત્ર દીપેશ અરોરા સ્વૈચ્છિક રક્તદાન કરીને અમિતાભ બચ્ચનના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી, એટલું જ નહિ પણ નિલેશકુમાર એ અમિતાભ બચ્ચનના ફોટા વાળા અને 78માં જન્મદિવસ નિમિત્તે માસ્ક પણ બનાવવામાં આવ્યા છે. તે માટેના મિત્ર વર્તુળોમાં વિતરણ કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here