ફિલ્મ મેકર સુદર્શન રતનનું કોવિડ 19થી નિધન

0
29

માધુરી દીક્ષિત અને શેખર સુમન સાથે માનવ હત્યા જેવી ફિલ્મો બનાવી હતી

માધુરી દીક્ષિત અને શેખર સુમન સ્ટારર ૧૯૮૬ની માનવ હત્યા જેવી ફિલ્મો બનાવનાર દિગ્દર્શક સુદર્શન રતનનું નિધન થઇ ગયું  છે. રિપોર્ટના અનુસાર તે કોવિડ-૯નો ભોગ બન્યા છે અને ગુરુવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. શેકર કપૂરએ શુક્રવારે રાતના ટ્વીટ કરીને જાણકારી આપી હતી. 

સુમનએ ટ્વીટમાં લખ્યું છે કે, કોરોનાના કારણે મેં મારા મિત્રોમાંનો એક સુદર્શન રતનને ગુમાવી દીધો છે. તેણે માધુરી દીક્ષિત સાથે મારી બીજી ફિલ્મ ડાયરેક્ટ કરી હતી. તેઓ ખરાબ દિવસોથી હારી ગયા હતા. પરંતુ ઇમાનદાર હતા. અમે સંપર્કમાં હતા. એક-બીજા સાથે ફોન દ્વારા વાતો કરતા હતા અને ઘણી વખત ઘરે પણ મળતા હતા. તમારી બહુ યાદ આવશે, દોસ્ત. ભગવાન આત્માને શાંતિ દે. 

સુદર્શન રતને ૧૯૯૬માં રિલીઝ થયેલી ફિલ્મ હાહાકારની વાર્તા પણ લખી હતી. તે આ ફિલ્મના દિગ્દર્શક તેમજ નિર્માતા પણ હતા. આ ફિલ્મમાં સુધીર પાંડે, શફી ઇમાનદાર, નીલિમા અઝીમ અને જોની લીવરે મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here