ફિલ્મ ‘લક્ષ્મી’માં અક્ષય કુમાર પડ્યો ફિક્કો, 15 મિનિટમાં આ કલાકારે ઉડાવી દીધા બધાના હોંશ

0
28

અક્ષય કુમાર (Akshay Kumar) સ્ટારર ફિલ્મ ‘લક્ષ્મી’ (Laxmii)સોમવારે ડિઝની પ્લસ હોટસ્ટાર (Disney Plus Hotstar) પર રિલીઝ થઇ ગઇ છે. તમિલ હોરર કોમેડી ફિલ્મ કંચના (Tamil Horror Comedy Film Kanchana)ની આ હોરર ઓફિશિયલ હિંદી રીમેક ફિલ્મમાં અક્ષય કુમારે એક મુસ્લિમ યુવકની ભૂમિકા ભજવી છે. જેની અંદર એક કિન્નર (Kinner)ની આત્મા આવી જાય છે. જોકે ફિલ્મના ટ્રેલરમાં ક્યાંય શરદ કેલકર (Sharad Kelkar) નજર આવ્યા ન હતા પરંતુ ફિલ્મમાં તેની એન્ટ્રી થતાની સાથે જ દર્શકો આશ્ચર્ચચકિત થઇ ગયા હતા.

ફિલ્મ ‘તાનાજી’માં શિવાજી રાવની ભૂમિકા ભજવી ચૂકેલ શરદ કેલકરનું ભૂમિકા ફિલ્મમાં ત્યારે સામે આવે છે જ્યારે લક્ષ્મીની આત્મા તેના મોતની કહાની સંભળાવે છે. ફિલ્મમાં શરદની એન્ટ્રીથી લઇ તેનો અભિનય દમદાર અને દર્શકોને પસંદ આવે તેવો છે. સોશિયલ મીડિયામાં પણ અક્ષયથી વધારે વખાણ શરદ કેલકરના થઇ રહ્યા છે. તમામ યૂઝર્સે તેના કામમાં વર્સટેલિટીના વખાણ કરી રહ્યા છે.

ફિલ્મમાં ભલે શરદને 13-15 મિનિટનો રોલ મળ્યો હતો પરંતુ તેણે પોતોની ભૂમિકા ખુબ જ સારી રીતે ભજવી છે. એક યૂઝરે પોતાના ટ્વીટમાં શરદનો શિવાજીવાળો લુક અને લક્ષ્મીવાળો લુકને કોલેજ કરી શેર કરતા લખ્યું,”જો અક્ષય કુમાર ફિલ્મનું હૃદય છે તો શરદ કેલકર ફિલ્મની આત્મા છે.”

એક અન્ય યૂઝરે લક્યું,”શરદ કેલકરે લક્ષ્મીના પાત્રને ખુબ જ એટ્રેક્ટિવ બનાવી દીધુ છે. આ કમાલની ફિલ્મમાં મારી એક માત્ર સીખ એ છે કે, એન્ડર રેટેડ એક્ટર શરદ કેલકરને લઇ મારી રિસ્પેક્ટ ખુબ જ વધી ગઇ છે.” એક અન્ય યૂઝરે લખ્યું,”હું અક્ષય કુમારનો ખુબ જ મોટો પ્રશંસક છું પરંતુ આ ફિલ્મનો અસલી હીરો શરદ કેલકર છે. જોરદાર અભિનય.’

એક અન્ય યૂઝરે લખ્યું,”શરદ તમે જ્યારે ફિલ્મમાં રડ્યા. તમને બેસ્ટ ઓફ લવ અને સફળતા માટે શુભેચ્છાઓ” તમને જણાવી દઇએ કે, ફિલ્મને લઇ પબ્લિકનું રિએક્શન વધારે પોઝિટિવ નથી. કહેવામાં આવી રહ્યું છે કે, જે મુખ્ય મેસેજને લઇ ફિલ્મ બનાવવામાં આવી છે તેને ફિલ્મમાં ખુબ જ ઓછા સમય માટે દેખાડવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here