7 નવેમ્બરે સુપરસ્ટાર કમલ હાસન 66 વર્ષના થયા. તેમણે બર્થડેના દિવસે ફેન્સને ગિફ્ટ આપી છે. પોતાની 232મી ફિલ્મ વિક્રમનું ટાઈટલ ટીઝર રિલીઝ કર્યું છે. સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને લખ્યું કે, ‘આજે મારી ફિલ્મનું ટાઈટલ ટીઝર રિલીઝ કરીને ઘણો ખુશ છું. ફિલ્મના ડિરેક્ટર લોકેશ કંગરાજ છે.’
હથિયારોથી સજ્જ ખતરનાક લુક
વીડિયોમાં કમલ હાસન એક ઘરમાં છે, જ્યાં તેઓ બારી, દરવાજા અને ટેબલ નીચે હથિયાર છુપાવતા દેખાઈ રહ્યા છે. એ પછી ડાઈનિંગ ટેબલ પર મોઢાં પર નકાબ પહેરલા છે, તેમાં નેતા અને પોલીસ સામેલ છે. કમલ હાસન આ વીડિયોમાં ડરામણા દેખાઈ રહ્યા છે. વીડિયોના એન્ડ પ્રમાણે ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરુ થશે.
દીકરીની સ્પેશિયલ બર્થડે વિશ
શ્રુતિએ બાળપણનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને લખ્યું, ‘મારા બાપુજી, ડેડી અને અપ્પાને જન્મદિવસની શુભેચ્છા. વીતેલા શાનદાર વર્ષોની જેમ આ વર્ષ પણ તમારું સારું જાય. દુનિયા માટે તમે જે પણ સાચવીને રાખ્યું છે તેને જોવા માટે હવે વધારે રાહ નહિ જોઈ શકું.’