ફેસબુકે મેસેન્જર અને ઈન્સ્ટાગ્રામ DMને મર્જ કર્યા, યુઝર્સને મળશે બહુજ બધા બેનિફિટ

0
75

ફોટો-શેરિંગ પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ (Instagram) એ તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ ડાયરેક્ટ મેસેજ (DM) ને ફેસબુક મેસેંજર (Facebook Messenger) સાથે લિંક કરવાના વિકલ્પને આગળ ધપાવવાનું શરૂ કર્યું છે. આનો અર્થ એ કે હવે યુઝર્સને મેસેંજરના લોકોને ઇન્સ્ટાગ્રામથી અને અન્ય રીતે સંદેશા મોકલી શકે છે. ફેસબુકે બ્લોગ પોસ્ટમાં તેના નવા અપડેટની જાહેરાત કરી. કેટલાક યુઝર્સ એપ્લિકેશન ખોલ્યા પછી આ સુવિધા જોશે. યુઝર્સ જો તેમ ઇચ્છે તો તેઓ તેમના મેસેંજર અને ઇન્સ્ટાગ્રામ ડીએમને અલગ રાખી શકે છે.

એપ્લિકેશનને અપડેટ કર્યા પછી, યુઝરે ઇન્સ્ટાગ્રામ પર ફેસબુક મેસેન્જર જેવો જ મેસેજ જોવા મળશે. આનો અર્થ એ કે ઇન્સ્ટાગ્રામ યુઝર્સને મેસેજ ફોરવર્ડ કરવા અને કસ્ટમ કલર અને નિકનેમની સાથે ચેટ થ્રેડને કસ્ટમાઈઝ કરવા જેવી સુવિધાઓ મળશે. સેલ્ફી સ્ટીકરો, વોચ ટુગેધર (જે તમને મિત્રો સાથે ટ્રેંડિંગ વિડિઓઝ જોવાની મંજૂરી આપે છે) અને વેનિશ મોડ સાથે બધી નવી સર્વિસને ઉમેરવામાં આવશે. ફેસબુકના જણાવ્યા પ્રમાણે કેટલીક સુવિધાઓ પહેલા ઇન્સ્ટાગ્રામ પર હિટ કરાશે અને ટૂંક સમયમાં મેસેંજર પર આવશે.

આ મર્જ તે યુઝર્સ માટે મદદ છે જે ફક્ત એક જ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માગે છે. જેથી અન્ય પ્લેટફોર્મ પર લોકોનો સંપર્ક થઈ શકે અને કોઈ અલગ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર નથી. આ સિવાય ઇન્સ્ટાગ્રામથી ઇન્સ્ટાગ્રામ સુધીના મેસેજીસ અને કોલ્સ ઇન્સ્ટાગ્રામ એપમાં જ રહેશે. 2019 ની શરૂઆતમાં, ફેસબુકના સીઇઓ માર્ક ઝુકરબર્ગે ફેસબુકના તમામ મેસેજિંગ પ્લેટફોર્મ્સને એક સાથે મર્જ કરવાના કેટલાક ફાયદા જાહેર કર્યા, જેમાંથી એક એ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન (End-to-end encryption)છે. જો કે, વોટ્સએપ અને મેસેંજર પહેલેથી જ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનને સપોર્ટ કરે છે, પરંતુ ઇન્સ્ટાગ્રામ કરતું નથી.

[WP-STORY]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here