ફોરેન એક્સચેંજ રિઝર્વનો નવો રેકર્ડ, એક અઠવાડિયામાં આઠ અબજ ડૉલર્સનો વધારો થયો

    0
    9

    દિવાળીના સપરમા ઉત્સવની પહેલાં દેશમાં ફોરેન એક્સચેંજ રિઝર્વે નવો વિક્રમ સ્થાપ્યો હતો. રિઝર્વ બેંકે જાહેર કર્યું હતું કે છઠ્ઠી નવેંબરે પૂરા થયેલા સપ્તાહમાં ફોરેન એક્સચેંજ રિઝર્વમાં આઠ અબજ ડૉલર્સનો વધારો નોંધાયો હતો.

    આ વર્ષના ઓક્ટોબરની ત્રીસમીએ પણ એક નવો વિક્રમ સ્થપાયો હતો જ્યારે ફોરેન એક્સચેંજ રિઝર્વની કુલ રકમ 560.718 અબજ ડૉલર્સની હતી. છઠ્ઠી નવેંબરે એ 568.49 ડૉલર્સની થઇ હતી. 

    ફોરેન કરન્સી એસેટ્સ વધવાથી ફોરેન એક્સચેંજ રિઝર્વમાં ખાસ્સો વધારો થયો હતો એમ રિઝર્વ બેંકે કહ્યું હતું. રિઝર્વ બેંકના જણાવવા અનુસાર છઠ્ઠી નવેંબરે પૂરા થયેલા અઠવાડિયામાં ફોરેન કરન્સી એસેટ્સ (એફએસી)માં 6.403 અબજ ડૉલર્સનો વધારો થતાં એફએસી કુલ 524.742 અબજ ડૉલર્સ પર પહોંચ્યો હતો.

    એફએસીને સામાન્ય રીતે ડૉલર્સમાં દર્શાવાય છે. જો કે એમાં પાઉન્ડ, યુરો, યેન વગેરેનો પણ સમાવેશ થઇ જતો હોય છે. પીટીઆઇના એક રિપોર્ટ મુજબ દેશનો સોનાનો ભંડાર 1.328 અબજ ડૉલરથી વધીને 37.587 અબજ ડૉલર્સ જેટલો થયો હતો. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ તરફથી ભારતને વિશેષ વીડ્રોઅલ રાઇટ 70 લાખ ડૉલર્સથી વધીને 1.448 અબજ ડૉલર્સનો થયો હતો. 

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here