બગલામુખીના પાખંડી પાસે BJPના પૂર્વ MLA પણ જતા હોવાનો ખુલાસો, આશ્રમમાં હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટની પણ ચર્ચા

0
31

વડોદરા (Vadodara)ના પાખંડી પ્રશાંત (Prashant)ની અનેક લીલાઓ દિવસેને દિવસે ઉજાગર થઈ રહી છે ત્યારે ઢોંગીના આશ્રમમાં રાજકીય નેતાઓ પણ આવતા હોવાનો ખુલાસો પણ થયો છે. કરજણ (Karjan) ભાજપ (BJP)ના પૂર્વ MLA (Former MLA)નું કનેક્શન સામે આવતા અફડાતફડીનો માહોલ સર્જાયો છે. સતિષ નિશાળિયા (Satish Nishalia) પ્રશાંતના આશ્રમમાં હવન કરાવતા હોવાની વાત સામે આવી છે, એટલું જ નહીં, આશ્રમમાં હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટની પણ ચર્ચા ચાલી રહી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે બગલામુખીની વિધીના નામે લોકો સાથે લાખોની ઠગાઇ કરનાર પાંખડી પ્રશાંત ઉપાધ્યાયના દરબારમાં કરજણના ભાજપના માજી ધારાસભ્ય સતીષ પટેલ(નિશાળીયા) પણ જતા હતા. ઠગ પ્રશાંતની પાપલીલાનો પર્દાફાશ થયા બાદ માજી ધારાસભ્યનો પાંખડીના દરબારમાં હાજરી આપતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

બગલામુખીની વિધીના નામે વેપારી સાથે રૂપિયા 21.84 લાખની છેતરપિંડી કરનાર પાંખડી પ્રશાંત ઉપાધ્યાય સામે ફરિયાદ નોંધાઇ હતી. જે ફરિયાદ બાદ પ્રશાંત સામે ફરિયાદો નોંધાઇ હતી. સાથે તેઓના દરબારમાં કોણ-કોણ જતા હતા. તેની વિગતો અને તેઓની હાજરીના વીડિયો અને ફોટો બહાર આવી રહ્યા છે. જેમાં કરજણના માજી ધારાસભ્ય સતિષ પટેલ (નિશાળીયા)ની હાજરીના ફોટા અને વીડિયો વાયરલ થયા છે. ગત વિધાનસભાની ચૂંટણી દરમિયાન સતીષ પટેલ(નિશાળીયા) પાખંડી પ્રશાંત ઉપાધ્યાયના આશ્રમમાં ગયો હતો. અને પોતાની જીત માટે તાંત્રિક વિધી કરાવી હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે, પાંખડી પ્રશાંત ઉપાધ્યાયના દરબારમાં જનાર પીળા કલરના પોષાક પહેરીને જવાનું હોય છે. ત્યારે માજી ભાજપાના માજી ધારાસભ્ય સતીષ નિશાળીયા પણ પીળા વસ્ત્રો પહેરીને પાંખડી પ્રશાંત ઉપાધ્યાયના દરબારમાં જતા હતા.

મહા ઢોંગી પ્રશાંત ઉપાધ્યાય કેસમાં બગલામુખી મંદિરમાં લોકોને ધૂતતો ધુતારાની અનેક લીલાઓ સામે આવી રહી છે. હવે ઢોંગીનાં આશ્રમમાં અનેક રાજકીય વ્યક્તિઓ આવતી હોવાની માહિતી સામે આવતા મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. મોટા મોટા રાજકીય વ્યક્તિઓ સાથેના સબંધને કારણે પ્રશાંત ઉપાધ્યાય આશ્રમમાં હાઈ પ્રફાઇલ સેકસ રેકેટ તો નહોતો ચલાવતો તેવી ચર્ચા પણ ઉઠી રહી છે, અને તેની તપાસ કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here