બજેટ ખાધ વધવાના ભયને કારણે પ્રોડક્ટિવ એસેટસ પાછળના ખર્ચ પર કાપ

0
90

કેશ ફલોને જાળવી રાખવા એપ્રિલાૃથી જ કેટલાક મહત્વના મંત્રાલયોને ઓછી ફાળવણી

બજેટ ખાધ વધી જવાના ભયને કારણે સરકારે કેટલીક પ્રોડકટિવ એસેટસ જે આર્થિક વિકાસને ટેકો આપે છે તેના ખર્ચ પર  કાપ મૂકયો છે. રોડસ તથા ફેકટરીસ જેવી ફિક્સ્ડ એસેટસમાં સુધારો કરવા, જાળવવા અથવા તે ઊભી કરવા પાછળ કરાતા મૂડી ખર્ચનો આંક વર્તમાન નાણાં વર્ષના ૬ મહિનાના અંતે બજેટ અંદાજના ૪૦ ટકા રહ્યો હતો ેજે ગયા વર્ષના છ મહિનામાં બજેટ અંદાજના ૫૫.૫૦ ટકા  રહ્યો હતો.

કોરોનાને કારણે દેશના અર્થતંત્ર પર પડેલી અસરને ધ્યાનમાં રાખી સરકારે રૂપિયા ૨૧ ટ્રિલિયનના સ્ટીમ્યુલ્સની જાહેરાત કરી હોવા છતાં મૂડી ખર્ચમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 

સરકારના કોમ્પ્ટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટસના આંકડા પર નજર નાખતા જણાય છે કે, વર્તમાન નાણાં વર્ષમાં મોટાભાગનો ખર્ચ ગરીબો તથા ખેડૂતો પાછળ કરવામાં આવ્યો છે અને મહત્વના ક્ષેત્રો જેમ કે કોલસા, વીજ, શિપિંગ તથા સ્ટીલને તેમની બજેટ ફાળવણીના ૩૩ ટકાથી પણ ઓછી  રકમ પ્રાપ્ત થઈ છે.

મૂડી ખર્ચ એક એવા પ્રકારનો ખર્ચ છે જેને સરકાર અવગણી શકે નહીં, એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું. મૂડી ખર્ચ પૂરતી માત્રામાં કરવામાં નહીં આવે તો અર્થતંત્રમાં સમશ્યા ઊભી થઈ શકે છે. 

વ્યાજ તથા પગારની ચૂકવણી જેવા રેવેન્યુ ખર્ચની સરખામણીએ કેપિટલ એસેટસ પાછળનો ખર્ચ નીચો જોવા મળી રહ્યો છે.

 પોતાના કેશ ફલોને જાળવી રાખવા સરકારે એપ્રિલથી જ કેટલાક મંત્રાલયના ખર્ચ પર કાપ મૂકી દીધો હોવાનું જોવા મળી રહ્યું છે. 

વર્તમાન નાણાં વર્ષમાં દેશની રાજકોષિય ખાધ  જે બજેટમાં જીડીપીના ૩.૫૦ ટકા અંદાજવામાં આવી હતી તે વધીને બમણાથી પણ વધુ એટલે કે સાત ટકાથી પર ઉપર પહોંચી જવાની ભીતિ રહેલી છે.

 આર્થિક મંદીને કારણે વેરા મારફતની આવકને ફટકો જ્યારે બીજી બાજુ વિકાસને ટેકો આપવા સરકાર દ્વારા બોરોઈંગ્સ તથા ખર્ચમાં વધારાને પરિણામે ખાધ ઊંચી જોવાઈ રહી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here