બનાસકાંઠાના શિક્ષકની અજોડ સિદ્ધિ, લિમ્કા, ગિનિસ સહિત એશિયા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન

0
99

એક શિક્ષક કભી સાધારણ નહી હોતા’ની ઉક્તિને સાર્થક કરતા બનાસકાંઠાના શિક્ષક. બનાસકાંઠાનો એક એવો શિક્ષક કે જેને પોતાના વિદ્યાર્થીઓને વાંચતા કરવા 1999થી જોડાક્ષર વગરની વાર્તા અને ગીતો લખવાનું શરૂ કર્યું હતું. જોકે શિક્ષકે અત્યાર સુધીમાં 3236 જોડાક્ષરો વિનાની બાળ વાર્તાઓ લખી લિમ્કા, ગીનીસ સહિત એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કરી અજોડ સિદ્ધિઓ મેળવી છે.

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાની સણવ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ભાવેશ પંડ્યા નામના શિક્ષકે પોતાના શિક્ષક કાળ દરમિયાન 1999થી અત્યાર સુધીમાં 3236 જોડાક્ષરો વિનાની વાર્તા અને ગીતો રચી દીધાં છે.

મહત્ત્વની વાત એ છે કે ભાવેશભાઇની આ પ્રતિભાને જોઈ તેમને લિમ્કા, ગીનીઝ અને એશિયા બુક ઓફ રેકર્ડ સહિત અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. ભાવેશ પંડ્યા પોતે સાબરકાંઠા જિલ્લાના મેઘરજના વતની છે અને તેઓ 1999મા ડીસાના સણવ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે હાજર થયા હતા. જોકે તે સમયે શાળામાં હાજર બાળકોને વાંચન કરતા આવડતું ન હતું. જેને લઇ શિક્ષક ભાવેશ પંડ્યાએ જોડાક્ષરો વિનાની વાર્તા અને ગીતો રચી બાળકોને વાંચન કરાવવાનું શરૂ કરી દીધું.

જોકે શિક્ષકના આ અનોખા પ્રયોગના કારણે બાળકો આસાનીથી લખતાં વાંચતા થઈ ગયા છે. જેને લઈને વિદ્યાર્થીઓ એકદમ સરળ રીતે અભ્યાસ કરતા થઈ જતા શિક્ષકની મહેનત સોળે કળાયે ખીલી ઉઠી છે. કહેવાય છે કે શિક્ષક કભી સાધારણ નહિ હોતા એ ઉક્તિ આ શિક્ષકે સાર્થક કરી બતાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here