અમિતાભ બચ્ચનની પૌત્રી આરાધ્યાનો આજે એટલે કે 16 નવેમ્બરના રોજ 9મો જન્મદિવસ છે. બિગ બીએ સોશિયલ મીડિયામાં પૌત્રીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.
ખાસ અંદાજમાં જન્મદિવસ વિશ કર્યો
અમિતાભ બચ્ચને આરાધ્યાની નવ તસવીરનું કોલાજ શૅર કર્યું છે. તસવીર શૅર કરીને અમિતાભે કહ્યું હતું, ‘હેપી બર્થડે આરાધ્યા.. બહુ બધો પ્રેમ.’
કોરોનાને કારણે બર્થડે પાર્ટી નહીં આપે
ન્યૂઝપેપર મિડ ડેના અહેવાલ પ્રમાણે, બોલિવૂડના મોટા ભાગના સેલિબ્રેશનમાં હવે બહુ જ ઓછા લોકો સામેલ થતા હોય છે. આરાધ્યાનો બર્થડે પણ પરિવારના સભ્યો સાથે જ સેલિબ્રેટ કરવામાં આવશે. બર્થડેમાં પરિવારના સભ્યોની હાજરીમાં કેક કટિંગ તથા ડિનર થશે.
આરાધ્યાના બર્થડે પર ગ્રાન્ડ પાર્ટી યોજવામાં આવતી હતી. ગયા વર્ષે આરાધ્યાના આઠમા જન્મદિવસ પર પરિવારે ગાર્ડનમાં પાર્ટી યોજી હતી. આ પાર્ટીમાં શાહરુખ ખાન, કરન જોહર, જેનેલિયા-રિતેશ સહિત અનેક સ્ટાર્સ સામેલ થયાં હતાં. પાર્ટીમાં આરાધ્યાએ યુનિકોર્નવાળી કેક કાપી હતી.
સિકંદર ખેરે આરાધ્યાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી