બાંગ્લાદેશના આશાસ્પદ ઓપનર ખેલાડીએ કરી આત્મહત્યા, વર્લ્ડકપમાં લઇ ચુક્યો છે ભાગ

  0
  7

  બાંગ્લાદેશના (Bangladesh) ભૂતપૂર્વ અંડર -19 ક્રિકેટર મોહમ્મદ સૌજીબે દુનિયાને અલવિદા કહી દીધુ છે. મોહમ્મદે 14 નવેમ્બર શનિવારે પોતાના ઘરે આત્મહત્યા કરી હતી. 21 વર્ષીય સૌજીબ બાંગ્લાદેશની અંડર -19 ટીમનો એક ભાગ હતો. આ ટીમની કમાન સૈફ હસન સંભાળી રહ્યા હતા. તે સ્ટેન્ડબાય ખેલાડી તરીકે ન્યુઝીલેન્ડ પણ ગયો હતો, પરંતુ તે પ્લેઇંગ ઇલેવનમાં સામેલ થયો ન હતો. આ યુવા બેટ્સમેન બાંગ્લાદેશની અંડર -19 એશિયા કપ ટીમનો એક ભાગ હતો.

  2018 માં મોહમ્મદ સૌજીબે શિનપૂકુર માટે લિસ્ટ એ ક્રિકેટમાં પ્રવેશ કર્યો, જ્યાં તેણે 9, 0 અને અણનમ 1 રન બનાવ્યા. જો કે, માર્ચ 2018 થી આ ખેલાડીએ કોઈ સ્પર્ધાત્મક મેચ રમી નથી. સૌજીબ આગામી બાંગબંધુ ટી 20 કપ ડ્રાફ્ટનો પણ ભાગ ન હતો.

  બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ ગેમ ડેવલપમેન્ટ મેનેજર અબુ ઇનામ મોહમ્મદે દુ:ખ વ્યક્ત કર્યુ હતુ કે સોઝાબે કદાચ ટૂર્નામેન્ટમાંથી બહાર હોવાને કારણે આ ખતરનાક પગલું ભર્યું હતું. અબુએ જણાવ્યું હતું તે સૌજીફ સૈફ અને અફીફ હુસેન સાથે અમારી 2018 બેચની અંડર -19 ટીમનો ભાગ હતા. સ્ટેન્ડબાય વર્લ્ડ કપમાં હતો. તે એશિયા કપમાં શ્રીલંકા સામે રમ્યો હતો અબુએ કહ્યું કે તેમના મૃત્યુના સમાચાર સાંભળીને ખુબજ દુ:ખ થયું છે.

  અબુએ કહ્યું કે તે કહેવું મુશ્કેલ છે કે યુવા ખેલાડીએ ડિપ્રેસન અથવા અન્ય કોઈ કારણોસર આ ખતરનાક પગલું ભર્યું હતું. છેલ્લા કેટલાક સમયથી તે ક્રિકેટમાં નિયમિત ન હતો. તે ફક્ત ફર્સ્ટ ડિવિઝન અને પ્રીમિયર લીગમાં રમ્યો હતો. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના ડિરેક્ટર ખાલદ મહેમૂદ, સૌજીબને છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રતિભાશાળી ક્રિકેટર તરીકે ગણાવ્યો હતો ખેલાડીને યાદ કરતા કહ્યું. વિશ્વાસ નથી આવતો આવુ પગલુ કોઇ ભરી શકે.

  આ સમાચાર સાંભળીને હું ખૂબ જ દુ:ખી છું. સૌજીબ ઓપનર બેટ્સમેન હતો, જે ધીમી બોલિંગનો પણ ઉપયોગ કરતા હતા. તે શાઇનપુકુર ક્રિકેટ ક્લબની તરફથી પણ રમ્યો હતો.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here