જો બાઇડેને પોતાની એજન્સી રિવ્યૂ ટીમ્સમાં ૨૦ ઈન્ડિયન-અમેરિકન સામેલ કર્યા છે અને બાઇડેનની ટ્રાન્ઝેશન ટીમ દ્વારા યુએસ પ્રેસિડેન્શિયલ ટ્રાન્ઝિશનના ઈતિહાસમાં સૌથી વધારે વૈવિધ્ય ધરાવતી ટીમોમાંની એક હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તેમાં અડધા કરતાં વધુ સંખ્યા મહિલાઓની હશે અને ઓછામાં ઓછા ૪૦ ટકા અશ્વેત લોકો અથવા LGBTQ+ તરીકે ઓળખાતા લોકો હશે. આ સભ્યો અમેરિકામાં સત્તાનું સરળતાપૂર્વક હસ્તાંતરણ થાય તે માટેની હાલની ચાવીરૂપ ફેડરલ એજન્સીઓની કામગીરીનું મૂલ્યાંકન કરશે.
એજન્સી રિવ્યૂ ટીમ સત્તાનાં હસ્તાંતરણને સરળ બનાવશે
એજન્સી રિવ્યૂ ટીમ(ARTs) દરેકેદરેક એજન્સીની કામગીરીની સમજ ધરાવતી હોવી જોઇએ અને પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયેલા જો બાઇડેન તથા વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયેલાં કમલા હેરિસ તથા તેમના કેબિનેટના સભ્યો માટે તૈયારી કરવાની જવાબદારી ધરાવે છે જેથી પ્રથમ દિવસથી જ સરળતાથી કામગીરી શરૂ કરી શકાય. છઇ્ના લીડર તરીકે અનેક ભારતીય અમેરિકન્સના નામ આપવામાં આવ્યાં છે.
એજન્સી રિવ્યૂ ટીમના વડા તરીકે પણ ભારતીયોનો દબદબો
સુપ્રસિદ્ધ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના અરુણ મજુમદાર ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી માટેની એજન્સી રિવ્યૂ ટીમના વડા છે. રાહુલ ગુપ્તા ઓફિસ ઓફ નેશનલ ડ્રગ કંટ્રોલ પોલિસી માટેની ટીમને લીડ કરશે. ઓફિસ ઓફ પર્સોનેલ મેનેજમેન્ટ માટેની છઇ્ના ટીમ લીડ તરીકે કિરણ આહુજાનું નામ આપવામાં આવ્યું છે. ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ છઇ્ માટે પુનીત તલવારને લીડર બનાવાયા છે. પાવ સિંઘને નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ અને ઓફિસ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી માટેની બે છઇ્ના વડા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. એ જ પ્રમાણે અરુણ વેંકટરામનને પણ ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ તથા યુએસટીઆર માટેની બે છઇ્ના વડા તરીકે પસંદ કરવામાં આવ્યા છે.