બાઇડેન જીતની તરફ અગ્રેસર, જાણો તેમના રાષ્ટ્રપતિ બનવાથી ભારતને ફાયદો કે નુકસાન

  0
  20

  અમેરિકા (America) ને નવા રાષ્ટ્રપતિ (President) મળવા જઇ રહ્યા છે. મતોની ગણતરી હજી ચાલુ છે, પરંતુ જો બાઇડેન (Joe Biden) એ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) કરતા 50 ઇલેક્ટરોલ મતો (Electoral Vote) ની લીડ લીધી છે, જેને હવે પડકારવા મુશ્કેલ છે. આવી સ્થિતિમાં લગભગ નક્કી મનાય છે કે બાઇડેન હવે વ્હાઇટ હાઉસ (White House)માં પ્રવેશ કરશે અને કમલા હેરિસ (Kamala Harris) તેમના ડેપ્યુટી હશે. અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી (US Presidential Election) ભારત (India) માટે ખૂબ મહત્વની છે કારણ કે હાલના સમયમાં અમેરિકા સાથે તેનો સહયોગ ખૂબ વધ્યો છે. ચીન સાથે લદાખ (Ladakh)ની સરહદ પર તણાવ ભારત અને અમેરિકાને નજીક લાવ્યો છે. તણાવની સ્થિતિ હજી પણ અકબંધ છે, નવા રાષ્ટ્રપતિનું સ્થાન કેવું છે તે જોવાનું રહેશે. બાઇડેનનું અમેરિકન રાષ્ટ્રપતિ બનવું ભારત માટે સારું છે કે ખરાબ તેના કેટલાંક સંકેતો પાછલા દિવસોમાં મળ્યા છે.

  કેટલાક નિવેદનો પરથી બાઇડેન અને કમલાના ઇરાદાઓ

  ભારતમાં એક જૂથનું માનવું છે કે બાઇડેન અને હેરિસ જે રીતે જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)માં માનવાધિકાર અને NRC-CAAને લઇ અવાજ ઉઠાવી રહ્યા છે તેના પરથી ભારતને મુશ્કેલી પડી શકે છે. પરંતુ કેટલાંક નિવેદનોના આધાર પર બંનેને જજ કરવા યોગ્ય નથી. બાઇડેન દાયકાઓ સુધી વિદેશ નીતિ (Foreign Policy)થી સંબંધિત મુદ્દાઓ પર કામ કરી રહ્યા છે તેના પરથી તેમને અંદાજો છે કે આંતરરાષ્ટ્રીય સ્તર પર કયાં મુદ્દા અગત્યના છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર બાઇડેન અને ટ્રમ્પ વચ્ચે મૂળ તફાવત એ છે કે બાઇડેન દૂરદર્શી છે અને ટ્રમ્પ બડબોલા. નિષ્ણાતોનું કહેવું છે કે મોદીની સાથે સારા સંબંધ હોવા છતાં ટ્રમ્પે ભારતને અનેક પ્રસંગોએ મોટો ઝટકો આપ્યો છે. તેમના મતે બાઇડેન સમજી વિચારીને નિર્ણય લેનારાઓમાંથી એક છે. એવામાં નિષ્ણાતોના મતે ભારત માટે વધુ મૈત્રીપૂર્ણ છે.

  જો બાઇડેનના રાષ્ટ્રપતિ બનવાથી ભારત-અમેરિકાના સંબંધો સુધરશે!

  નિષ્ણાતોનું કહેવું છે કે ટ્રમ્પના અચાનક અને વિચિત્ર નિર્ણયો લેવાથી ભારત માટે તેમનો કાર્યકાળ કંઇ ખાસ ફળદાયક સાબિત થયો નથી. ટ્રમ્પના કેટલાક નિર્ણયોની ગણતરી કરીએ તો જેમ કે ભારતીય ઉત્પાદનો પર ટેરિફ વધારવી, H-1B વીઝા બંધ કરવા, કાશ્મીર મુદ્દે મધ્યસ્થતાની ઓફર જેવા મુદ્દાથી ભારતને નુકસાન ગયું. ટ્રમ્પના જણાવ્યા મુજબ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો સંપૂર્ણપણે લેવડ-દેવડ પર આધારિત છે. બાઇડેનની વિચારસરણી આવી નથી. બાઇડેનની વિદેશ નીતિમાં ટ્રમ્પની સરખામણીમાં કયાંય વધુ સ્થિરતા જોવા મળશે. દાખલા તરીકે ભારતને માત્ર એ માહિતી આપવા માટે અફઘાનિસ્તાનથી અમેરિકન સૈનિકોને હટાવામાં આવી રહ્યા છે, અમેરિકા એ દેશને સ્થિર કરવા માટે ભારત માટે મદદ માંગી શકે છે. રાષ્ટ્રપતિ તરીકે બાઇડેન આ મામલામાં ટાંગ અડાડે તેવી સંભાવના ઓછી જ છે જે રાજકીય રીતે કોઇ માઇનફીલ્ડના જેવી છે.

  બાઇડેન નહીં બદલે ભારતના પ્રત્યે અમેરિકાની નીતિ

  બાઇડેન ભારત-પાકિસ્તાન વિવાદ હોય કે ચીન સાથે ચાલી રહેલા તણાવમાં દખલ કરે તેવી આશા ઓછી છે. તેઓ અમેરિકન વિદેશ વિભાગ માટે દાયકાઓ સુધી કામ કરી ચૂકયા છે. આ સિવાય તેઓ ટ્રમ્પથી અલગ તેઓ પોતાના સલાહકારોની વાત સાંભળવા માટે જાણીતા છે. બાઇડેન કોઇપણ એક ઘટના કે મુદ્દાના આધાર પર ભારતના પ્રત્યે અમેરિકન નીતિમાં બદલાવ લાવવાના ઇચ્છુક દેખાતા નથી. આ સિવાય પ્રવાસીઓને લઇ પણ બાઇડેનનું વલણ નરમ છે જ્યારે ટ્રમ્પ કેટલાંય મોકા પર ખુલીને વીઝા પર લિમિટ લગાવાની વાત કરી ચૂકયા છે. ટ્રમ્પે સાધારણ સ્તરે ભારત સાથે ધંધો ચાલુ રાખ્યો હતો. બાઇડેન આમ કરે તેવી આશા ઓછી છે.

  ભારતને ‘નેચરલ પાર્ટનર’ તરીકે જુએ છે બાઇડેન

  ડેમોક્રેટ પ્રશાસનમાં ભારતની સ્થિતિ વધુ શ્રેષ્ઠ થઇ શકે છે. ટ્રમ્પે જે રીતે ચીનને લઇ મોરચો ખોલ્યો હતો તેનાથી પર્સેપ્શન બેટલમાં ભારતને ફાયદો થયો પરંતુ તેનાથી ભારતને લઇ અમેરિકાને અનુસરવાની વાત થવા લાગી. પાકિસ્તાનને લઇ ટ્રમ્પ પ્રશાસનને પહેલાં કડકાઇ દેખાડી પરંતુ અફઘાનિસ્તાનમાં વાતચીતમાં તેની આગળ ઝૂકી ગયું. બાઇડેન કહે છે કે દક્ષિણ એશિયામાં આતંક પર કોઇ સમજૂતી થશે નહીં. બાઇડેને પહેલાં જ ભારત અને અમેરિકામાં ભારતીય-અમેરિકનો માટે વિસ્તૃત એજન્ડા રજૂ કર્યો હતો. કાશ્મીરને લઇ ટ્રમ્પની મધ્યસ્થતાની ઓફર એ ભારતના હોશ ઉડાડી દીધા હતા. બાઇડેન કાશ્મીરને લઇ અવાજ ઉઠાવતા રહ્યા પરંતુ તેમને ચૂંટણી સ્ટંટ પણ કહી શકાય છે. કાશ્મીર પર નિવેદન આપ્યાની બરાબર ત્યારબાદ જ તેમણે એક સંદેશમાં ભારતને ‘નેચરલ પાર્ટનર’ ગણાવ્યું હતું. બાઇડેન એ કહ્યું હતું કે જો તેઓ ચૂંટાઇ આવે છે તો બંને દેશોની વચ્ચે સંબંધોને મજબૂત કરવા તેમની પ્રાયોરિટી યાદીમાં ઉપર રહેશે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here