બાવળા-ઢેઢાળ ચોકડી પાસે ચોરીના 30 બાઈક સાથે 2 શખ્સો પકડાયા

0
67

 બાવળા-ઢેઢાળ ચોકડી પાસે ચોરીના 30 બાઈક સાથે 2 શખ્સો પકડાયા

અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દિન-પ્રતિદિન વાહનચોરીના બનાવો વધી રહ્યાં છે ત્યારે જિલ્લા પોલીસવડાની સુચનાથી અમદાવાદ ગ્રામ્ય પોલીસે પેટ્રોલીંગ હાથધર્યું હતું જે દરમ્યાન અમદાવાદ શહેરના ચોરીના ટુ વ્હીલર જિલ્લાના અંતરીયાળ ગામડામાં રાખ્યા હોવાની બાતમીના આધારે બાઈક ચોરી કરતી ગેંગને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.

ગ્રામ્ય એલસીબીએ બંને શખ્સોની અટક કરી ચોરીના બાઈક સહિત રૂ. ૧૧.૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો : અન્ય ગુનાના ભેદ ઉકેલાશે

જેમાં ચોક્કસ હકિકતના આધારે બાવળા-ઢેઢાળ ચોકડી પાસે વોચ ગોઠવી ચોરીના બાઈક સાથે બે શખ્સો મહંમદઆરીફ હુશેન ઉ.વ.૨૮, રહે.વટવા અમદાવાદવાળો તથા વિજયભાઈ મનસુખભાઈ વાંટીયા ઉ.વ.૨૨, રહે.વડેખણ તા.લખતરવાળાને ઝડપી પાડયાં હતાં અને ચોરીનું બાઈક કિંમત રૂા.૪૦,૦૦૦ તથા મોબાઈલ ફોન નંગ-૨ કિંમત રૂા.૨,૫૦૦ મળી કુલ રૂા.૪૨,૫૦૦ના મુદ્દામાલ કબ્જે કર્યો હતો. 

જ્યારે બંન્ને આરોપીઓની પુછપરછ કરતાં છેલ્લા છ મહિનામા અમદાવાદ શહેરના વટવા,દાણીલીમડા, આનંદનગર, વેજલપુર, સાબરમતી રીવરફ્રન્ટ સહિતના અલગ-અલગ વિસ્તારોમાંથી અંદાજે ૩૦ જેટલા બાઈકની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. આથી પોલીસે બાકીના ૨૯ ચોરીના બાઈક કિંમત રૂા.૧૧,૨૦,૦૦૦ સહિતનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો અને બંન્ને આરોપીઓ સામે અલગ-અલગ પોલીસ મથકમાં વાહનચોરીના કુલ ૧૯ જેટલા ગુન્હાઓ નોંધાયા હતાં. જ્યારે બંન્ને આરોપીઓ બાઈકની ચોરી કરવા માટે ચોકીદાર કે સીક્યોરીટી વગરના ફલેટને પસંદ કરતાં હતાં અને ડુપ્લીકેટ ચાવીથી બાઈકની ચોરી કરતાં હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે આ સમગ્ર કામગીરી જિલ્લા પોલીસવડા વિરેન્દ્રસિંહ યાદવ સહિત એલસીબી પીઆઈ આર.જી.ખાંટ, પીએસઆઈ એમ.પી.ચૌહાણ, આર.એસ.સેલાણા, સી.એમ.પાવરા સહિતના સ્ટાફે સફળતાપૂર્વક હાથધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here