બિઝનેસ ક્ષેત્રે પ્રતિકૂળતાને કારણે કોમર્શિયલ પ્રોપર્ટી બજારના વળતા પાણી

0
84

– મહામારીના પગલે ઉદ્દભવેલ પ્રતિકૂળતાને જોતા આ સ્થિતિમાં હાલ કોઈ સુધારાના એંધાણ જણાતાં નથી

લાંબા લોકડાઉન પછી અનલોકના તબક્કા દરમિયાન દેશમાં રેસિડેન્શિયલ પ્રોપર્ટીના વેચાણમાં સુારો જોવા મળ્યો છે. પરંતુ બીજીતરફ મહામારીના કેર વચ્ચે ગુજરાતના મોટા શહેરોની સાથે દેશના  અનેક શહેરોમાં કંપનીઓને બિઝનેસ ક્ષેત્ર ઉદ્દભવેલ પ્રતિકૂળતાને કારણે પોતાનાં કામકાજ સંકેલી લેતાં કોમર્શિયલ પ્રોપર્ટી બજાર પર પ્રતિકૂળ અસર થવા પામી છે. 

લોકડાઉન બાદ ઉદ્દભવેલ પ્રતિકૂળતાને કારણે નાની મોટી કોર્પોેરેટ કંપનીઓ જે ઓફિસો ભાડે લઈને કામકાજ કરતા હતા, તે કંપનીઓએ પોતાની ઓફિસો ખાલી કરીને કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ આપી દીધું છે. આમ પણ કોરોનાને કારણે  ઉદ્દભવેલ પ્રતિકૂળતાને કારણે બિઝનેસ પર પ્રતિકૂળ અસર થયેલી જ છે. નવો કોઈ બિઝનેસ મળતો નથી. જે ચાલે છે તે પણ અગાઉના સમયની તુલનાએ અડધોઅડધ ઘટી ગયો છે.

કોરોના મહામારીને કારણે ઉદ્દભવેલ આ પ્રતિકૂળ સંજોગોના પગલે અનેક કંપનીઓએ પોતાની ઓફિસો ખાલી કરીને વધારાના ખર્ચ પર કાપ મૂકયો છે.  પ્રતિકૂળ સંજોગોના પગલે અનેક કંપનીઓએ પોતાની કામ કરવાની પદ્ધતિ બદલી નાખી છે. જેના પગલે  કોમર્શિયલ પ્રોપર્ટી માર્કેટની હાલત ખરડાઈ જવા પામી છે.

કોમર્શિયલ પ્રોપર્ટી ક્ષેત્રે કાર્યરત એસ્ટેટ બ્રોકરના જણાવ્યા મુજબ મુંબઇ, દિલ્હી, બેંગલુરું, ચેંન્નઈ જેવા મોટા મહાનગરોની સાથોસાથ અન્ય મોટા શહેરો અને ટાયર ટુ શહેરોમાં પણ ઓફિસ ભાડે રાખનારી ર્ંકંપનીઓ હાલ રિનિગોશિયેટ કરી રહી છે. આ કંપનીઓ ચાલુ વર્ષે ભાડામાં ઘટાડો કરવા માટે દબાણ કરે છે.

કોરોના મહામારીના કારણે કંપનીઓ ઉપરાંત નાના મોટા શોરુમ, પ્રિ સ્કુલ, જિમ તેમજ અનેક રેસ્ટોરન્ટ અને ફૂડ પાર્લરો બંધ થઇ ગયા છે. આ બધા કેસમાં ભાડાનો પ્રશ્ન જ મુખ્ય હતો. કેટલાય લોકોએ કોમર્શિયલ પ્રોપર્ટી વેચવા કાઢી છે.વિવિધ શહેરોના બજારો અને મોલ્સમાં મોટાપાયે પ્રોપર્ટી વેચવાના તેમજ ભાડે આપવા માટેના પાટિયા ઝૂલી રહ્યા છે.

કોર્પોેરેટ ક્ષેત્રના સુત્રોએ જણાવ્યુ હતુ કે  મહામારીના કારણે દેશમાં વર્ક ફ્રોમ હોમ કલ્ચર વિકસ્યું હોવાથી કંપનીઓનો ઘણો ખર્ચ બચી ગયો છે.  ઓફિસ ભાડું, લાઈટ બિલ, હાઉસકીપિંગ, સિકયોરિટી અને કર્મચારીઓની કેન્ટીન પાછળ જે ખર્ચ થતો હતો તે બચી રહ્યો છે પરિણામે તેમની બેલેન્સ શીટમાં ૨૦-૩૦ ટકા જેટલો સુધારો થવાની પણ સંભાવના છે. 

આમ મહામારીના કારણે ઉદભવેલી પ્રતિકૂળતાના કારણે દેશમાં કોમર્શિયલ પ્રોપર્ટી માર્કેટની સ્થિતિ ખરડાઈ જવા પામી છે. આ સ્થિતિમાં હાલ કોઈ સુધારો થાય તેવા એંધાણ જણાતાં નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here