બિડેનના પ્રમુખ બનવાની પ્રબળ સંભાવના છતાં ટ્રમ્પ માટે હજુ આશા જીવંત પાંચ રાજ્યો બાજી પલટી શકે

0
116

ટ્રમ્પ માટે જીતનો આધાર નોર્થ કેરોલિના, અલાસ્કા, જ્યોર્જિયા, પેન્સિલવેનિયા, નેવાડાના મતો ઉપર

અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં મતગણતરી ચાલી રહી છે અને ડેમોક્રેટ ઉમેદવાર જો બિડેનના પ્રમુખ બનવાની પ્રબળ સંભાવનાઓ છે. બિડેન બહુમતી માટે 270 ઈલેક્ટોરલ વોટની નજીક પહોંચી રહ્યા છે. જોકે, વિદાય લઈ રહેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે હજુ પણ આશા જીવંત છે અને તેઓ પાસુ પલટી શકે છે.

અમેરિકામાં મોટાભાગના રાજ્યોમાં મતગણતરી અંતિમ તબક્કામાં છે, પરંતુ જે અમેરિકન રાજ્યોમાં મતગણતરી ચાલી રહી છે ત્યાંના ઈલેક્ટોરલ મત આ ચૂંટણીના પરિણામ બદલી શકે છે. આ રાજ્યોમાં પ્રમુખ ટ્રમ્પ હજુ આગળ છે. આથી મતગણતરી સંપૂર્ણપણે પૂરી થઈ જાય ત્યારે ટ્રમ્પ ખૂબ જ પાતળી સરસાઈથી બહુમતીના આંકડાને પાર કરે તેવી સંભાવના છે.

અમેરિકામાં પાંચ રાજ્યોમાં મતગણતરી ચાલી રહી છે. આ બધા જ રાજ્યોમાંથી પેન્સિલવેનિયામાં 20 ઈલેક્ટોરલ વોટ છે. નોર્થ કેરોલિનામાં 15 વોટ છે. જ્યોર્જિયામાં 16 વોટ, અલાસ્કામાં ત્રણ વોટ છે. આ બધા જ રાજ્યોમાં ટ્રમ્પ આગળ ચાલી રહ્યા છે. નેવાડામાં 6 ઈલેક્ટોરલ વોટ છે. જોકે, બિડેન અહીં આગળ છે.

વર્તમાન સ્થિતિ મુજબ આ રાજ્યોમાં ટ્રમ્પ જીતે તો તેમને 54 મત મળી શકે છે જ્યારે બહુમતી માટે તેમને 56 મતોની જરૂર છે. બીજીબાજુ બિડેનને 6 મત મળી શકે છે. આવા સંજોગોમાં પરિસ્થિતિઓમાં થોડો પણ ફેરફાર થાય તો ટ્રમ્પ ખૂબ જ પાતળી સરસાઈથી બિડેન વિરૂદ્ધ બાજી પલટી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here