બિસ્કીટની એડ વલ્ગર લાગતાં પાકિસ્તાનમાં બૅન, પોલિટિશ્યનો અને પબ્લિક બંનેને આ એડ અશ્લીલ લાગી

0
73

– પ્રસિદ્ધ મોડેલ મહવિશ પારંપરિક પોષાકમાં સજ્જ હતી

ઇસ્લામાબાદ તા.10 ઓક્ટોબર 2020 શનિવાર

પાકિસ્તાનમાં પારંપરિક પોષાક પહેરીને ડાન્સ કરતી મોડેલ દ્વારા બિસ્કીટની કરાયેલી જાહેરખબરને અશ્લીલ ગણાવીને પ્રતિબંધ જાહેર કરાયો હતો.

પાકિસ્તાનની ટોચની મોડેલ મહવિશ હયાત દેશના પારંપરિક પોષાકમાં સજ્જ થઇને ડાન્સ કરતાં કરતાં આ બિસ્કીટની જાહેરાત કરી રહી હતી. દેશના પોલિટિશ્યનો અને પબ્લિક બંનેને આ જાહેરખબર વધુ પડતી અશ્લીલ લાગતાં આ જાહેર ખબર પર પ્રતિબંધની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.

આ જાહેર ખબરનો વિરોધ કરનારા લોકોએ વડા પ્રધાન ઇમરાન ખાનને આ જાહેર ખબર તૈયાર કરનાર સામે કાયદેસર પગલાં લેવાની માગણી કરી હતી. મહવિશ દ્વારા કરાઇ રહેલા ડાન્સને આ લોકો તવાયફો દ્વારા કરાતા મુજરા સમાન ગણાવીને એનો વિરોધ કર્યો હતો. વિરોધ કરનારા લોકો સડકો પર ઊતરી આવ્યા હતા. પાકિસ્તાનમાં ઇલેક્ટ્રોનિક મિડિયા પર નિયંત્રણ રાખતા ઇલેક્ટ્રોનિક મિડિયા રેગ્યુલેટરી ઑથોરિટીને એવી અપીલ કરી હતી કે આ જાહેર ખબર પર તત્કાળ પ્રતિબંધ લાદવામાં નહીઁ આવે તો અમે રાષ્ટ્રવ્યાપી આંદોલન કરીશું.

જાહેરખબરમાં મહવિશ સાથે અન્ય યુવતીઓ પણ ડાન્સ કરતી દેખાય છે. એનો વિરોધ કરનારા લોકોની જેમ એની તરફેણ કરનારા પણ છે. એક મહિલાએ સોશ્યલ મિડિયા પર લખ્યું કે આ દેશને ડરતી ગભરાતી અને રડતી મહિલાઓ પસંદ છે. હસતી ગાતી ડાન્સ કરતી મહિલાઓને આ દેશના લોકો નફરત કરે છે. આ જાહેર ખબરમાં કશું અનુચિત નથી.

[WP-STORY]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here