બિહારઃ NDA નેતા તરીકે નિતિશકુમારની પસંદગી, આવતીકાલે લેશે સીએમ તરીકે શપથ

0
43

બિહાર વિધાનસભાની ચૂંટણી બાદ આજે એનડીએના પક્ષોની મળેલી બેઠકમાં નિતિશ કુમારને ફરી વખત એનડીએના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે.

આમ નિતિશ કુમાર ફરી એક વખત બિહારના સીએમ બનવા જઈ રહ્યા છે.આજે કેન્દ્રીય  નિરિક્ષક રાજનાથસિંહે તેમના નામની જાહેરાત કરી હતી.આજની બેઠકમાં એનડીએના ચાર પક્ષ ભાજપ, જેડીયુ, વીઆઈપી પાર્ટી અને હમના ધારાસભ્યો મોજુદ રહ્યા હતા.

જ્યારે ભાજપના ધારાસભ્યોના નેતા તરીકે તારાકિશોર પ્રસાદની પસંદગી કરવામાં આવી છે.સાથે સાથે સુશિલ મોદીની બિહારના ડેપ્યુટી સીએમ તરીકે જાહેરાત કરવામાં આવી હતી.

નિતિશકુમાર હવે થોડી વારમાં રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.આવતીકાલે, સોમવારે નિતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી તીરકે સાતમી વખત શપથ લે તેવી શક્યતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here