શું ચિરાગ પાસવાન (Chirag Paswan)ને બિહાર (Bihar)માં અલગ કરીને વિધાનસભા ચૂંટણી લડાવવાની ભાજપ (BJP)ની રણનીતિ હતી. શું નીતિશકુમાર (Nitishkumar)થી નારાજ લોકોની વોટ (Vote) ફાળવણી માટે આ તીર ચલાવામાં આવ્યું હતું. જે સીધા નિશાન પર લાગ્યું? બિહાર ચૂંટણી પરિણામો (Bihar Election Results)ના તાજેતરના રૂઝાનો તો કમ સે કમ તેના તરફ જ ઇશારો કરતું હોય તેવું દેખાઇ રહ્યું છે. એક તીરે અનેક શિકાર કર્યા તેવો ઘાટ દેખાઇ રહ્યો છે.about:blank
પ્રી પ્લાન હતો ચિરાગને નીતીશની વિરૂદ્ધ ઉતારવાનો?
રાજકીય પંડિતોના મતે સતત 15 વર્ષથી લાંબા શાસનના લીધે બિહારની જનતામાં નીતીશ કુમારની સરકારના પ્રત્યે એન્ટી ઇનકંબેંસીની લહેર બની ચૂકી હતી. જેને ભાજપ અને જેડીયુ એ ગયા વર્ષે જ માપી લીધી હતી. NDA ગઠબંધનના કેટલાંક આંતરિક સર્વે કરાવ્યા જેમાં ખબર પડી કે આવનારી ચૂંટણીઓમાં હાર-જીતનું અંતર ખૂબ ઓછું રહેશે. એવામાં સરકારથી નારાજ લોકોને વોટ વહેંચણી અને RJDને પછાડવા માટે રણનીતિ તૈયાર કરાઇ. આ રણનીતિનું ખાસ પાત્ર LJPના અધ્યક્ષ ચિરાગ પાસવાન (Chirag Paswan) હતા. યોજનાની અંતર્ગત બિહારમાં નીતીશ કુમારની વિરૂદ્ધ તાલ ઠોકવા માટે તૈયાર કરાયા. તેના માટે તેઓ તૈયાર થઇ ગયા.
રાજકીય નિષ્ણાતોના મતે ચિરાગ પાસવાને રણનીતિ પર કામ કરતાં આગવા અંદાજમાં નીતીશ પર નિશાન સાંધવાનું શરૂ કર્યું. સાથો સાથ તેઓ ખુદને પીએમ નરેન્દ્ર મોદીના હનુમન ગણાવતા રહ્યા. આ દરમ્યાન લોક જનશક્તિ પાર્ટીના સંસ્થાપક અધ્યક્ષ રામવિલાસ પાસવાનનું નિધન થયું. ત્યારબાદ ભાજપે તેમના અંતિમ સંસ્કાર માટે રાજકીય સમ્માનની જાહેરાત કરી. તેનાથી બિહારમાં વંચિત ખાસ કરીને મુસહર જાતિમાં ચિરાગ અને ભાજપના પ્રત્યે સહાનુભૂતિ ઉભી થઇ.
RJDથી છટકીને ચિરાગ સાથે જોડાતા ગયા મતદાતાઓ
જેમ-જેમ ચૂંટણીનો દોર આગળ વધતો ગયો તેમ-તેમ ચિરાગની રેલીઓમાં પણ હજારોની ભીડ ઉમટવા લાગી. તેઓ દરેક રેલીમાં નીતીશકુમારના શાસન પર જોરદાર પ્રહારો કરતાં રહ્યા. સાથો સાથ લોકોને અપીલ કરતા કે નીતીશને પાઠ ભણાવવા માટે તેઓ તેમને વોટ આપે. એમ પણ કહેતા કે જો કોઇ સીટ પર LJPના ઉમેદવાર ના હોય ત્યાં ભાજપને વોટ આપી દો. ચિરાગની આ અપીલની અસર એવી રહી કે તેઓ મોટી સંખ્યામાં નીતીશથી નારાજ લોકોના વોટ વહેંચવામાં સફળ રહ્યા. તેનું પરિણામ RJDને ભોગવવું પડ્યું.
શું સત્તા માટે ફરીથી RJDને જોવી પડશે રાહ?
બિહાર ચૂંટણીમાં બપોરે 12 વાગ્યા સુધીના તાજા આંકડા પ્રમાણે ભાજપ 70, RJD 60, JDU 53, અને કોંગ્રેસ 20 સીટો પર આગળ હતી. જ્યારે LJP 6 સીટો પર આગળ ચાલી રહ્યું હતું. આ રૂઝાન જો રિઝલ્ટમાં ફેરવાય છે તો ભાજપ-જેડીયુ ગઠબંધનની સરકાર ફરીથી બનવાનું નક્કી થઇ જશે. તો RJDને એક વખત ફરીથી સત્તા સુધી પહોંચવા માટે બીજા પાંચ વર્ષની રાહ જોવી પડશે.