બિહારમાં એનડીએને બહુમત : મહાગઠબંધનનો પનો ટૂંકો પડયો

    0
    11

    મોદી-નીતિશને ‘હાશ’ : એનડીએ-125, મહાગઠબંધન -110, અન્ય – 8 : તમામ એક્ઝિટ પોલ ખોટા

    – બિહારમાં તેજસ્વી યાદવના નેતૃત્વમાં રાજદ સૌથી મોટા પક્ષ તરીકે ઊભર્યો

    ચૂંટણી પંચ પહેલાં ભાજપે એનડીએને વિજેતા જાહેર કર્યો : બિહારના વિજયને ખોટા વચનો પર વિકાસનો વિજય ગણાવ્યો : હારવા છતાં લાલુ પુત્રનું રાજકીય કદ વધ્યું

    બિહારમાં મંગળવારે અત્યંત રસાકસીભરી ચૂંટણીમાં આખરે એનડીએનો 125 બેઠકો સાથે વિજય થયો હતો અને રાજદના નેતૃત્વમાં મહાગઠબંધનનો 110 બેઠકો સાથે પરાજય થયો હતો. બિહાર વિધાનસભાની આ ચૂંટણીમાં અનેક ઉતાર-ચઢાવ પછી આખરે મોડી રાતે પરિણામો જાહેર થયા હતા. આ ચૂંટણીમાં વધુ એક વખત તમામ એક્ઝિટ પોલ ખોટા સાબિત થયા હતા.

    મોટાભાગના એક્ઝિટ પોલે મહાગઠબંધનને સરકાર બનાવતા દર્શાવ્યો હતો, પરંતુ નીતિશુમારના નેતૃત્વમાં એનડીએએ વિજય મેળવ્યો હતો. આ ચૂંટણીમાં મહત્વની બાબત એ રહી હતી કે બે દાયકામાં પહેલી વખત ભાજપ એનડીએમાં સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવ્યો હતો. બીજીબાજુ લાલુ પુત્ર તેજસ્વી યાદવના નેતૃત્વમાં રાજદ સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવ્યો હતો.

    કોરોનાકાળમાં ભારતમાં બિહારમાં વિધાનસભાની પહેલી ચૂંટણી યોજાઈ હતી. મંગળવારે એનડીએ અને મહાગઠબંધન વચ્ચે રસાકસીભરી લડાઈ ચાલી હતી. બિહારમાં કોરોનાના પ્રોટોકોલને ચુસ્તતાથી વળગી રહેતાં સવારે 8.00 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ હતી અને મોડી રાત સુધી મતગણતરી ચાલુ રહી હતી. બિહાર ચૂંટણી માટે 38 જિલ્લાના 55 કેન્દ્રો પર મોડી રાત સુધી મતગણતરી ચાલુ રહી હતી.

    243 બેઠકોની વિધાનસભામાં વિજય માટે કોઈપણ પક્ષને 122 બેઠકોની જરૂર પડે છે ત્યારે આખો દિવસ એનડીએ અને મહાગઠબંધન વચ્ચે કટ ટુ કટ રસ્સાખેંચ ચાલી હતી.  મતગણતરીની શરૂઆતમાં રાષ્ટ્રીય જનતા દળ (રાજદ)ના નેતૃત્વમાં મહાગઠબંધન 122 કરતાં વધુ બેઠકો સાથે આગળ હતું ત્યારે એક્ઝિટ પોલ સાચા પડશે તેમ લાગતું હતું.

    પરંતુ થોડાક સમયમાં ભાજપ 71 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવ્યો અને એનડીએ 135 બેઠકો સાથે લીડ મેળવી હતી. આ સમયે ભાજપના નેતૃત્વમાં એનડીએ સરકાર બનાવશે તેમ મનાતું હતું, પરંતુ બપોર સુધીમાં એનડીએની પીછે હઠ થઈ અને મહાગઠબંધન ફરી આગળ આવ્યું હતું. રાજદ 77 બેઠકો સાથે     સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવ્યો અને ભાજપને પાછળ પાડી દીધો.

    જોકે, સાંજ સુધીમાં ફરી એનડીએએ 123 બેઠકો સાથે લીડ મેળવી આગેકૂચ કરી હતી. મોડી રાતે ભાજપે 124 બેઠક સાથે બિહાર વિધાનસભા ચૂંટણી જીતી લીધી હતી જ્યારે મહાગઠબંધનને 111 બેઠકો મળી છે. જોકે, ચૂંટણી પંચ દ્વારા પરિણામો જાહેર કરવામાં આવે તે પહેલાં જ ભાજપે પોતાને વિજેતા જાહેર કરી દેતાં વિવાદ સર્જાયો હતો.

    ભાજપે પ્રેસ કોન્ફરન્સ કરીને બિહારના વિજયને ખોટા વચનો પર વિકાસનો વિજય ગણાવ્યો હતો. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે કહ્યું કે આ મોદીજીના સંદેશની જીત છે. બિહારમાં એનડીએ બહુમતના આંકડાને પાર પહોંચતા જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરી હતી. 

    દરમિયાન બિહાર વિધાનસભા અને 10 રાજ્યોમાં 58 બેઠકો માટે પેટા ચૂંટણી માટે મંગળવારે મતગણતરી થઈ હતી. બિહારની વિધાનસભા અને 10 રાજ્યોની પેટા ચૂંટણીમાં ભાજપનો દેખાવ જબરજસ્ત રહ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક પછી એક અનેક ટ્વીટ કરી અલગ અલગ રાજ્યોને ચૂંટણીમાં વિજય માટે અભિનંદન આપ્યા. 

    વડાપ્રધાને બિહાર ચૂંટણીમાં એનડીએના વિજય અંગે ટ્વીટ કરી કે બિહારે દુનિયાને લોકતંત્રનો પહેલો પાઠ ભણાવ્યો છે. આજે બિહારે દુનિયાને ફરી બતાવ્યું છે કે લોકતંત્રને મજબૂત કેવી રીતે કરી શકાય છે.

    વિક્રમી સંખ્યામાં બિહારના ગરીબ, વંચિત અને મહિલાઓએ મતદાન પણ કર્યું અને આજે વિકાસ માટે પોતાનો નિર્ણાયક ચૂકાદો પણ સંભળાવ્યો છે. બિહારના પ્રત્યેક મતદારે સ્પષ્ટ જણાવી દીધું છે કે તે આકાંક્ષી છે અને તેમની પ્રાથમિક્તા માત્ર અને માત્ર વિકાસ છે. બિહારમાં 15 વર્ષ પછી પણ એનડીએના સુશાસનને ફરી આશીર્વાદ મળ્યા તે દર્શાવે છે કે બિહારના સપના અને અપેક્ષાઓ કયા છે.

    બૂથની સંખ્યા વધારાતા મતગણતરીમાં વિલંબ

    કોરોનાના કારણે મતગણતરીમાં વિલંબ થઈ રહ્યો છે તેમ ચૂંટણી કમિશને અગાઉ જણાવ્યું હતું. કોરોનાના કારણે બિહાર વિધાનસભા ચૂંટણીનું ત્રણ તબક્કામાં આયોજન કરવામાં આવ્યું હતું અને બૂથમાં મતદારોની સંખ્યા મર્યાદિત રાખવામાં આવી હોવાથી અગાઉની ચૂંટણીઓની સરખામણીમાં બુથની સંખ્યા વધારવામાં આવી હતી.

    જોકે, કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ચૂંટણી અિધકારીઓએ વધુ ઈવીએમમાં મતોની ગણતરી કરવાની હોવાથી પરિણામો જાહેર કરવામાં વિલંબ થઈ રહ્યો છે. અિધકારીઓને મતગણતરીમાં ઉતાવળ નહીં કરવાનું જણાવાયું છે.બિહારમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવતાં 55 સૃથળો પર મતગણતરીનું કામ થયું હતું.

    લોકસભા કરતાં વિધાનસભામાં ભાજપનો વોટશેર ઘટયો

    બિહારમાં બે દાયકામાં ભાજપ એનડીએમાં સૌથી મોટો પક્ષ

    નવી દિલ્હી, તા. 10 નવેમ્બર, 2020, મંગળવાર

    બિહાર વિધાનસભા ચૂંટણીમાં બે દાયકામાં સૌપ્રથમ વખત એનડીએના ભાગીદારોમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવવાની સાથે અંતે તે રાજ્યોમાં સૃથાનિક પક્ષોના પડછાયામાંથી બહાર આવવામાં સફળ થયો છે.

    પરંતુ આ સફળતા છતાં 2019ની લોકસભા ચૂંટણીની સરખામણીમાં ભાજપના વોટશેરમાં ઘટાડો થયો છે. 2019ની લોકસભા ચૂંટણીમાં મોદી વેવ પર સવાર થઈ એલજેપી સહિત એનડીએએ 53 ટકાથી વધુ વોટ મેળળ્યા હતા અને 40 બેઠકોમાંથી 39 પર વિજય મેળવ્યો હતો.

    બિહાર વિધાનસભા ચૂંટણીમાં ચિરાગ પાસવાનના નેતૃત્વમાં એલજેપીએ એકલા હાથે લડવાનો નિર્ણય કર્યો હતો. તેણે છ ટકાથી ઓછા વોટ મેળવ્યા છે જ્યારે હમ અને વીઆઈપી જે અગાઉ વિપક્ષમાં હતા તે એનડીએના ભાગીદાર બન્યા છે. ચૂંટણી ડેટા મુજબ ભાજપ, જેડીયુ, હમ અને વીઆઈપી સહિત એનડીએનો સંયુક્ત વોટ શેર 40 ટકાથી ઓછો છે.

    તેની સરખામણીમાં રાજદના નેતૃત્વમાં મહાગઠબંધનનો વોટ શેર 37 ટકા જેટલો છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં પક્ષ મુજબ જોઈએ તો જેડીયુએ 21.81 ટકા વોટ મેળવ્યા હતા, પરંતુ વિધાનસભા ચૂંટણીમાં 15 ટકા વોટ જ મેળવ્યા છે. ભાજપે લોકસભામાં 23.58 ટકા વોટ મેળવ્યા હતા જ્યારે વિધાનસભા ચૂંટણીમાં તેને 20 ટકા વોટ જ મળ્યા છે. 

    2019ની લોકસભા ચૂંટણી પછી ભગવા પાર્ટીનો સામાન ટ્રેન્ડ અન્ય રાજ્યોમાં પણ જોવા મળ્યો છે. લોકસભા ચૂંટણીમાં ઝારખંડમાં તેનો વોટ શેર 55 ટકાથી વધુ અને હરિયાણામાં 58 ટકાથી વધુ હતો. જોકે, બંને રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં તેનો વોટ શેર અનુક્રમે ઘટીને 33 ટકા અને 36 ટકા રહ્યો હતો.  આ બંને રાજ્યોમાં લોકસભા પછી તુરંત ચૂંટણીઓ યોજાઈ હતી.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here