બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Vidhansabha Election)માં ચાલી રહેલ મતોની ગણતરીમાં સતત રૂઝાન બદલાઇ રહ્યા છે. 243 સીટોના પ્રાપ્ત રૂઝાનોમાં ભાજપ 77 સીટો પર, RJD 61 સીટો પર, JDU 52 ,કોંગ્રેસ 22 સીટો પર, ભાકપા-માલે 13 સીટો પર, વીઆઈપી 6 સીટો પર, LJP 4 સીટો પર અને માકપા 3 સીટો પર આગળ ચાલી રહી છે. તો ભાકપા, હિન્દુસ્તાની અવામ મોર્ચા, બસપા અને એઆઇએમઆઇએમ 1-1 સીટ પર તથા નિર્દલીય 4 સીટ પર આગળ ચાલી રહી છે. દિલચસ્પ વાત એ છે કે અત્યારે અંદાજે 47 સીટો પર 100 વોટથી પણ ઓછું અંતર ચાલી રહ્યું છે.
એક્ઝિટ પોલમાં મહાગઠબંધનની જીતનું અનુમાન
બિહાર વિધાનસભા ચૂંટણીમાં મોટાભાગના એક્ઝિટ પોલ (Exit Poll)માં આરજેડી નેતા તેજસ્વી યાદવના નેતૃત્વમાં પાંચ દળોના મહાગઠબંધનને જીત પ્રાપ્ત થવાનો અંદાજો વ્યક્ત કરાયો હતો. બિહારમાં મતગણતરી 38 જિલ્લાના 55 મતગણતરી કેન્દ્રો પર ચાલી રહી છે. નીતીશ કુમાર છેલ્લાં 15 વર્ષથી બિહારના મુખ્યમંત્રી છે.
થોડાંક દિવસ પહેલાં મોટાભાગના એક્ઝિટ પોલમાં જેડીયુ-ભાજપ (JDU-BJP) ગઠબંધનનો પરાજય અને રાજદ(RJD) નીત મહાગઠબંધનની જીતનું પૂર્વાનુમાન વ્યકત કરાયું હતું. 31 વર્ષના તેજસ્વી યાદવ મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર છે. ચૂંટણી પંચે મતગણતરી સુચારી રીતે કરવા માટે પૂરતો બંદોબસ્ત કર્યો હતો અને એ વાતનું ધ્યાન રાખ્યું હતું કે મતોની ગણતરીની પ્રક્રિયામાં કોઇ અડચણ ના આવે.