બિહાર ઇલેક્શન : પોતાને CM પદની ઉમેદવાર જાહેર કરનાર પુષ્પમ પ્રિયા બન્ને સીટ પર પાછળ

    0
    8

    બિહારની ચુંટણી 2020મા નવી બનેલી ધ પ્લૂરલ્સ પાર્ટીની પ્રમુખ તેમજ સીએમ પદનો દાવો કરનાર પુષ્પમ પ્રિયા ચોધરી બંન્ને સીટથી પાછળ ચાલી રહી છે. તેઓ પટનાની બાંકિપુર અને મધુબનીની બિસ્ફી સીટથી ચુંટણી લડી રહી છે. બંકીપુરની સીટ પર કોંગ્રેસના શત્રુઘ્ન સિંહાના પુત્ર લવ સિન્હા પ્રિયાની વિરોધી ઉમેદવાર છે, તેઓ બિસ્ફીમા રાજદના ફૌયાઝ અહમદ અને બીજેપીના હરિભુષણ ઠાકુર સામ સામે ચુંટણી લડી રહ્યા છે. 

    ઉલ્લેખનીય છે કે, પુષ્પમ પ્રિયાએ માર્ચ 2020મા પોતાની પાર્ટીની જાહેરાત કરી હતી અને પોતાને સીએમ પદ માટેની દાવેદાર ગણાવી હતી. લંડનથી પરત ફરેલી પુષ્પમ પ્રિયાના પિતા વિનોદ ચૌધરી જનતા દળ યુનાઇટેડના નેતા અને પૂર્વ વિધાન પરિષદ સદસ્ય પણ રહી ચુક્યા છે. વિનોદ ચૌધરીને નીતિશ કુમારના નજીકના લોકોમા સમાવેશ થાય છે. એવામા પુષ્પમ પ્રિયાની પોતાની પાર્ટીની જાહેરાત આશ્ચર્યજનક હતી. 

    આ વર્ષે માર્ચમાં બિહારનાં અખબારોના પહેલા પાના પર ‘લવ બિહાર-હેટ પોલિટિક્સ’ શીર્ષકથી એક એડ જોવા મળી. એડમાં પુષ્પમ પ્રિયા ચૌધરી પોતે હતી અને લખ્યું હતું- બિહારમાં મુખ્યમંત્રીપદની દાવેદાર છું, જે બાદ પાર્ટી બનાવી. નામ રાખ્યું પ્લૂરલ્સ પાર્ટી. જ્યારે પાર્ટીનુ ચિહન સફેદ ઘોડો રાખ્યુ છે, જેને શક્તિ અને તિવ્રતાનુ નિશાન માનવામા આવે. પુષ્પમ પ્રિયાની પાર્ટીનો નારો જન ગણ સબકા શાસન છે.  

    બિહારની ચુંટણીમા પુષ્પમ પ્રિયાએ 43 સીટો પર પોતાની સાથે ભણેલા યુવા નેતાઓને ઉતાર્યા છે. જો કે, ચુંટણીમા મળેલી હાર પછી તમામ ઉમેદવારોનો આત્મવિશ્વાસ ડગમગી ગયો છે. પરંતુ પાર્ટીની આ પહેલી ચુંટણી હતી, એવામા આગામી ચુંટણીમાં આ અનુભવ તેમને કામ લાગશે. 

    પુષ્પમ પ્રિયાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખીને એવી માગણી કરી છે કે, બિહારમા થનાર ચુંટણી રાષ્ટ્રપતિ શાસન હેઠળ થાય. પ્રિયા ચૌધરીએ પ્લૂરલ્સના ઉમેદવારો સાથે થયેલી મારપીટ, ગાળા-ગાળી અને સતત મળી રહેલી ધમકીના મુદાનો પણ સમાવેશ કર્યો હતો. પાર્ટિમા સમાવેશ દરેક ઉમેદવારનુ વ્યક્તિત્વ સારૂ છે. સાથે જ તેઓ સુશિક્ષિત પણ છે, પરંતુ તેઓની સાથે સતત ખરાબ વર્તન થયુ છે. ખાસ કરીને મહિલા પ્રતિનિધિઓ પર વધુ દબાણો થયા છે.  

    હંમેશા બ્લેક ડ્રેસ પહેરે છે

    પુષ્પમ પ્રિયાએ સમગ્ર ચુંટણી પ્રચાર દરમ્યાન કાળા કપડા પહેર્યા હતા. એક ચેનલના ઇન્ટરવ્યુમા કહ્યુ હતુ કે, તેઓ કાળા રંગના કપડા એટલા માટે પહેરે છે, કારણકે દેશના બાકિ નેતાઓ સફેદ કપડા પહેરે છે. સંવિધાનમા નેતા માટે કોઇ ડ્રેસ કોડ નથી. એવામા જેને જે ઇચ્છા હોય, તેઓ તો રંગના કપડા પહેરે છે. 

    પુષ્પમ પ્રિયાએ લંડનમાં કર્યો છે અભ્યાસ

    ધ પ્લૂરલ્સની વેબસાઇટ પરની માહિતી અનુસાર, પુષ્પમ પ્રિયાએ લંડનના પ્રખ્યાત લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાથી પબ્લિક એડમિનિસ્ટ્રેશનમા માસ્ટર ડિગ્રી કરી છે. તેના સિવાય તેમણે ઇગ્લેન્ડના ધ ઇન્સ્ટીટયૂટ ઓફ ડેવલપમેન્ટ સ્ટડીઝ વિશ્વવિદ્યાલયથી ડેવલોપમેન્ટ સ્ટડીઝમા પણ માસ્ટર કર્યુ છે. 

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here