બિહાર: એક્ઝિટ પોલના આંકડા આવતા જ કોંગ્રેસ એકશન મોડમાં, સોનિયા ગાંધીએ મેદાનમાં ઉતાર્યા બે નેતા

0
51

બિહારમાં વોટિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જે રીતે એક્ઝિટ પોલ (Bihar Assembly Election Exit Poll)ના પરિણામ સામે આવ્યા છે. ત્યારબાદ કોંગ્રેસ (Congress) નેતૃત્વ ખાસ્સું ઉત્સાહિત દેખાય છે. આ જ કારણ છે કે પાર્ટી આગળની તૈયારીને લઇ મંથનમાં લાગી ગઇ છે. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી (Sonia Gandhi) એ કોંગ્રેસ મહાસચિવ રણદીપ સિંહ સુરજેવાલા (Randeep Singh Surjewala) અને અવિનાશ પાંડે (Avinash Pandey) ને મહત્વની જવાબદારી સોંપી છે. બંને નેતાઓને બિહારના સુપરવિઝન તરીકે નિમણૂક કર્યા છે.

સુરજેવાલા-અવિનાશ પાંડેને બનાવ્યા બિહારના સુપરવાઇઝર

બિહાર વિધાનસભા ચૂંટણીમાં ત્રીજી અને છેલ્લાં તબક્કાની ચૂંટણી બાદ હવે તમામની નજર 10 નવેમ્બર પર ટકેલી છે, જ્યારે મતગણતરીની સાથે પ્રજાના નિર્ણય સામે આવશે. આ બધાની વચ્ચે તમામ પ્રમુખ રાજકીય દળ આગળની રણનીતિ બનાવામાં લાગી ગયા છે. ખાસ કરીને કોંગ્રેસ હાઇકમિશને અગત્યના નિર્ણય લેતા પાર્ટી મહાસચિવ રણદીપ સિંહ સુરજેવાલા અને અવિનાશ પાંડેને બિહારના સુપરવાઇઝર તરીકે નિમણૂક કર્યા છે. બંને નેતા આજે પટના પહોંચશે. બિહાર ચૂંટણી પરિણામો બાદની સ્થિતિ પર કેન્દ્રીય નેતૃત્વ સાથે વાતચીત કરશે અને જે પણ નિર્ણય થશે તે લેશે.

એક્ઝિટ પોલના પરિણામોથી કોંગ્રેસ હાઇકમિશન થયું સક્રિય

બિહાર ચૂંટણીને લઇ અત્યાર સુધી સમે આવેલા કેટલાંય એક્ઝિટ પોલ્સમાં એનડીએના મુકાબલે મહાગઠબંધનની સ્થિતિને મજબૂત ગણાવી છે. ટાઇમ્સ નાઉ-સી વોટર એ એનડીએને 116 અને મહાગઠબંધનને 120 સીટોની ધારણા વ્યકત કરી છે. ટુડેઝ ચાણક્યા એ એનડીએને 55 સીટો અને મહાગઠબંધનને 180 સીટો મળવાનો અંદાજો વ્યકત કર્યો છે. રિપબ્લિકન-જનની વાત કરીએ તો NDAને 91થી લઇ 117, એબીપી-સીવોટરને 104થી લઇ 128 અને ટીવી9 ભારતવર્ષ એ 110થી 120 સીટોની વાત કહી છે.

એક્ઝિટ પોલમાં NDAથી મજબૂત દેખાઇ રહ્યું છે મહાગઠબંધન

ઇન્ડિયા ટુડે-એક્સિસ-માય-ઇન્ડિયાના એક્ઝિટ પોલના મતે બિહારમાં મહાગઠબંધનને 139 થી 161 સુધીની સીટો મળી શકે છે. NDA 100થી પણ ઓછી સીટો પર સમેટાઇ શકે છે એટલે કે નીતીશ કુમારની સત્તામાંથી વિદાય દેખાઇ રહી છે. એક્ઝિટ પોલના મતે આ વખતે એનડીએ માત્ર 69 થી 91 સીટોની વચ્ચે જ સમેટાઇ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here