આરજેડી સુપ્રીમો લાલુ યાદવની તબિયત અચાનક બગડી ગઈ છે. લાલુ યાદવની સારવાર કરી રહેલા ડોક્ટર ઉમેશ પ્રસાદે આ જાણકારી આપી છે. જોકે, લાલુ યાદવનું ક્રેટનીનનું લેવલ વધી ગયુ છે. ડાયાબિટીસના દર્દી હોવાના કારણે અચાનક વૃદ્ધિ થઈ છે.
ડોક્ટરોનું કહેવુ છે કે લાલુ યાદવ સતત માનસિક તણાવમાં છે. બિહાર ચૂંટણીના કારણે તેઓ ચિંતિત છે અને ખાવા-પીવામાં પણ નિયમિત ધ્યાન રાખી રહ્યા નથી. એક આ પણ કારણ છે કે તેમની તબિયત ખરાબ થઈ ગઈ છે.
તપાસ કરાશે
ઉમેશ પ્રસાદ અનુસાર લાલુ યાદવની ફરીથી તપાસ કરવામાં આવશે અને આગળની સારવાર કરવામાં આવશે. લાલુ યાદવને ડાયાબિટીસ સિવાય કિડનીની પણ બીમારી છે અને ડૉક્ટર્સે પહેલા જ કહ્યુ છે કે તેમને આગળ ડાયાલિસીસની જરૂર પણ પડી શકે છે.
જામીન અરજીમાં પણ બગડતા સ્વાસ્થ્યનો હવાલો
લાલુ યાદવ તરફથી જામીન અરજીમાં તેમના બગડતા સ્વાસ્થ્યનો પણ હવાલો આપ્યો છે. લાલુ યાદવ રાંચીના રિમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યાં કોરોનાના કારણે તેમને રિમ્સના ડાયરેક્ટરના ખાલી બંગલામાં શિફ્ટ કરવામાં આવ્યા છે.
27 નવેમ્બરે આગામી સુનાવણી
લાલુ યાદવને ઘાસ ચારા કૌભાંડના દુમકા ટ્રેઝરી કેસને છોડીને અન્ય કેસમાં જામીન મળી ચૂક્યા છે. 27 નવેમ્બરે દુમકા ટ્રેઝરી કેસમાં તેમની જામીન અરજી પર પણ સુનાવણી થઈ છે. જો લાલુ યાદવને 27 નવેમ્બરે જામીન મળે છે તો તે જેલની બહાર આવશે.