બિહાર ચૂંટણીના પરિણામ LIVE:ટ્રેન્ડમાં એકમાત્ર દિવ્ય ભાસ્કરનો પોલ સાચો, બિહારમાં બધા ‘ચાણક્યો’ પછડાયા; NDA 131 મહાગઠબંધન 95

0
62

બિહાર ચૂંટણીના રુઝાનમાં એક કલાકમાં બે સરકાર બનતી જોવા મળી રહી છે. સવારે 9 વાગે મહાગઠબંધનને 120 સીટો મળી ચૂકી હતી અને NDA 90+ સીટ પર હતી. 10 વાગતા વાગતા તસવીર બદલાઈ ગઈ. NDA વધીને 123 પહોંચી ગઈ અને મહાગઠબંધન ઘટીને 112 પર આવી ગઈ છે.

ત્રણ તબક્કામાં યોજાયેલી ચૂંટણીમાં 7.34 કરોડ મતદાતામાંથી 57.05%એ મતદાન કર્યું. 2015માં 56.66% મતદાન થયું હતું. આ વખતે 3,733 ઉમેદવાર મેદાનમાં છે, જેમાંથી 3,362 પુરુષ, 370 મહિલાઓ અને 1 ટ્રાન્સજેન્ડર છે.

રુઝાનો સાથે જોડાયેલા અપડેટ્સ

  • સવારે 11 વાગે NDA 130 અને મહાગઠબંધન 97 પર આવી ગઈ છે.
  • સવારે સાડા દસ વાગે NDA 125 પર પહોંચી ગઈ અને મહાગઠબંધન 109 પર આવી ગઈ.
  • સવારે 10 વાગે NDA વધીને 119 પર હતી અને મહાગઠબંધન ઘટીને 114 પર આવી ગઈ
  • સવારે 9 વાગે મહાગઠબંધનને 120 સીટ મળી ચૂકી છે અને NDA 90+ સીટ પર હતી.
  • સવારે સાડા આઠ વાગે રુઝાનોમાં મહાગઠબંધન 60+ અને NDA 40+ પર હતી.

મોટા ચહેરા સાથે જોડાયોલી અપડેટ્સ

  • લાલુ યાદવના નાના દીકરા તેજસ્વી યાદવ રાધોપુરથી આગળ છે. મોટો દીકરો તેજપ્રતાપ હસીનપુર સીટથી આગળ છે. પરંતુ 10 વાગ્યા પછી તેઓ આ સીટ પરથી પાછળ થઈ ગયા હતા.
  • મધેપુરાથી ઉમેદવાર પપ્પૂ યાદવ ત્રીજા નંબરે ચાલી રહ્યા હતા.
  • બિહારીગંજ સીટથી શરદ યાદવની દીકરી સુભાષિની બીજા નંબરે ચાલી રહી છે.
  • બાંકીપુરથી શત્રુઘ્ન સિન્હાના દીકરા લવ સિન્હા આગળ ચાલી રહ્યા છે.
  • પરસાથી દેડીયુના ચંદ્રિકા રાય આગળ અને ઈમામગંજથી હમ ઉમેદવાર જીતનરામ માંઝી પાછળ ચાલી રહ્યા છે.
  • VIPના મુકેશ સહની સિમરી બખ્તિયારપુર સીટથી આગળ ચાલી રહ્યા છે.
  • જમુઈના ભાજપના શ્રેયસી સિંહ આગળ વધી રહ્યા છે.

ચૂંટણી પ્રચારના 4 મુખ્ય ચહેરાઓ

નીતિશ કુમારઃ પોતે ચૂંટણી મેદાનમાં તો ન હતા, પણ JDUનો સૌથી મોટો ચહેરો નીતિશ જ હતા. તેમણે 103 વિસ્તારોમાં 113 ચૂંટણી રેલીઓ કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીઃ મોદીકાળની આ પહેલી ચૂંટણી હતી. મોદી જ પ્રચારનો મુખ્ય ચહેરો રહ્યાં. તેમણે પ્રચાર દરમિયાન બિહારમાં 12 રેલીઓ કરી.

તેજસ્વી યાદવઃ મહાગઠબંધનના સીએમ ઉમેદવાર પણ છે. તેજસ્વીએ 21 દિવસમાં 251 ચૂંટણી સભાઓ કરી. એટલે કે દર દિવસે સરેરાશ 12 રેલીઓ. 4 રોડ શો પણ કર્યા.

રાહુલ ગાંધીઃ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત ખરાબ હોવાના કારણે પ્રચારથી દૂર રહ્યાં. રાહુલની બહેન અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા પણ ક્યાંય જોવા ન મળ્યા. કોંગ્રેસ માટે રાહુલે જ પ્રચારનો મોરચો સંભાળ્યો. તેમણે કુલ 8 રેલીઓ કરી.

2019 લોકસભા ચૂંટણીમાં 223 વિધાનસભા બેઠકો પર NDA આગળ હતી
2019માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં બિહારની 40માંથી 39 બેઠકો NDAને મળી હતી. માત્ર એક બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર જીત્યો હતો. લોકસભાના પરિણામો જો વિધાનસભા ક્ષેત્રના હિસાબથી જોવામાં આવે તો NDA 223 બેઠકો પર આગળ હતી. જેમાંથી 96 બેઠકો પર ભાજપ તો 92 બેઠકો પર JDU આગળ હતી. LJP 35 બેઠકો પર આગળ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here