બિહાર ચૂંટણી પહેલાં NDAમાં ભંગાણ, નીતિશના નેતૃત્વમાં ચૂંટણી નહી લડે LJP

0
86

બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા NDAએમાં ભંગાણ થઈ હોય તેવી સ્થિતિ સર્જાય છે. NDAની સહયોગી પાર્ટી LJP તરફથી મોટો ઝટકો લાગ્યો છે. LJPએ નીતિશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી નહી લડવાનો નિર્ણય કર્યો છે. LJPની સંસદિય બોર્ડની બેઠકમાં LJP અને BJPની સરકાર બનાવવાને લઈને પ્રસ્તાવ પાસ થયો. આ સાથે જ બેઠકમાં નિર્ણય લેવાયો કે LJP તમામ ધારાસભ્યો વડાપ્રધાન મોદીને મજબૂત બનાવશે.

લોક જનશક્તિ પાર્ટીએ રવિવારે નિર્ણય કર્યો છે કે પાર્ટી NDA ગઠબંધન તરફથી નીતિશ કુમારની આગેવાનીમાં વિધાનસભા ચૂંટણી નહી લડે. પાર્ટી બિહારી ફર્સ્ટ બિહારી ફર્સ્ટના નારા સાથે ચૂંટણી લડશે. જો કે પાર્ટીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંપૂર્ણપણે સમર્થન કર્યું છે.

મળતી વિગતો પ્રમાણે LJPની સંસદિય બોર્ડની બેઠકમાં દરેક સભ્યો હાજર રહ્યાં. કોરોનાના કારણે પશુપતિનાથ પારસ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા. બેઠકની અધ્યક્ષતા પાર્ટી અધ્યક્ષ ચિરાગ પાસવાને કરી. આ સિવાય બેઠકમાં પાર્ટીના નેતા સૂરજભાન સિંહ, ચંદન સિંહ, વીણા દેવી, રાજુ તિવારી, પ્રિંસ રાજ, કાલી પાંડે, અબ્દુલ ખાલિદ પણ હાજર રહ્યાં.

બિહારમાં JDU 50:50ના પ્રમાણમાં વિધાનસભા ચૂંટણી લડવા માટે સહમત થઈ છે જ્યારે ચિરાગના અલગ થવાની સ્થિતિમાં તેઓ વધારે સીટોની માંગ કરી શકે છે. આવું થવા પર ભાજપને એક નવી માંગથી સહમત થવામાં મુશ્કેલી પડી શકે છે કારણ કે, તેનો અર્થ છે કે પોતાના ભાગને ઓછો કરવો પડી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here