‘બીગ બાસ્કેટ’ના બે કરોડથી વધુ યુઝર્સનો ડેટા ચોરાયાની આશંકા

  0
  8

  બેંગાલુરૂના સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ

  – 2 કરોડથી વધુ યુઝર્સનો ડેટા રૂપિયા 30 લાખમાં સાયબર ક્રાઇમ માર્કેટમાં વેચવા કઢાયો

  કરિયાણાની ખરીદી માટેના ઓનલાઇન પ્લેટફોર્મ બિગબાસ્કેટ સાયબર ક્રાઇમનો શિકાર બન્યું છે અને તેના 2 કરોડથી વધુ ગ્રાહકોની વિગતો લીક થયા હોવાનું મનાય છે. કંપનીએ આ મામલે બેંગાલુરૂ ખાતે સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવી છે.  સાયબર ઇન્ટેલિજન્સના દાવા પ્રમાણે હેકરે આ સાઇટનો ડેટા લીક કર્યા બાદ તેને રૂપિયા 30 લાખમાં વેચવા માટે કાઢ્યો છે. 

  સાયબર ઇન્ટેલિજન્સ સાયબલે બ્લોગમાં જણાવ્યું છે કે, ‘અમે અમારી નિયમિત પ્રક્રિયાના ભાગરૂપે ડાર્ક વેબ મોનિટરિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન સાયબલની રીસર્ચ ટીમને ધ્યાનમાં આવ્યું હતું કે બીગ બાસ્કેટનો ડેટાબેઝ સાયબર ક્રાઇમ માર્કેટમાં 40 હજાર ડોલરમાં વેચવા માટે કઢાયો છે. જે ડેટાબેઝ લીક થયો તેમાં મેમ્મબરના નામના કોષ્ટકનો સમાવેશ થાય છે. આ એસક્યુએલ ફાઇલ 15 જીબીની સાઇઝ ધરાવે છે અને તેમાં 2 કરોડથી વધુ લોકોનો ડેટા છે. ‘ 

  જે ડેટા વેચવા કઢાયો છે તેમાં નામ-ઇ મેઇલ એડ્રેસ-પાસવર્ડ હેશિસ- મોબાઇલ નંબર-એડ્રેસ-જન્મતારીખ-લોકેશ-લોગઇનનું આઇપી એડ્રેસનો મુખ્યત્વે સમાવેશ થાય છે. સાયબલે પાસવર્ડનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ આ કંપની એસએમએસ દ્વારા ગ્રાહકોને ઓટીપી મોકલતું હોય છે. જેના કારણે ગ્રાહક જ્યારે લોગઈન કરે ત્યારે અલગ પાસવર્ડ હોય છે.

  કંપનીએ એક યાદીમાં જણાવ્યું છે કે, ‘અમારો ડેટા ચોરાયો હોવાની સંભાવના અંગે થોડા દિવસ અગાઉ જાણ થઇ હતી. આ દાવામાં કેટલું તથ્ય છે અને સાયબર સિક્યુરિટી કઇ રીતે વધુ જડબેસલાક બનાવી શકાય તેના માટે સાયબર એક્સપર્ટ્સ સાથે મસલત કરી રહ્યા છીએ. અમે બેંગાલુરૂ ખાતે સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ પણ નોંધાવી છે.’ 

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here