છેલ્લા કેટલાક અઠવાડિયાથઈ 200 કરોડ રુપિયાથી વધારે અલગ અલગ મામલામાં ટેક્સની હેરાફેરી કરવા વાળા ચાર લોકોની ધરપકડ કરી છે. તેમણે કથિત રીતે કેટલાક વર્ષોમાં 1000 કરોડ રુપિયાની બોગસ સેવાઓ માટે ચીની લોકો સહિત નેશનલ કંપનીઓ માટે નકલી ચલણ બનાવ્યા છે. હાલના દિવસોમાં જીએસટી ઇન્ટેલિજન્સની બેંગલોર શાખા દ્વારા શહેરમાં જે રેડ કરવામાં આવી તેમાં સામે આવ્યું છે. આ સિવાય મુંબઇ સ્થિત ચીની કંપનીઓ સહિત અનેક જગ્યા પર રેડ કરવામાં આવી છે અને બોગસ ઇનપુટ ક્રેડિટ સાથે જોડાયેલા દસ્તાવેજો જપ્ત કર્યા છે. કુલ કેટલા ટેક્સની ચોરી કરવામાં આવી છે તેના ગણતરી હજુ પણ શરુ છે.
સૂત્રો પાસેથી માહિતિ મળી છે કે દિલ્હીના કમલેશ મિશ્રાએ બોગસ કંપનીઓ નામે 500 કરોડના ચલણ બનાવ્યા છે. કમલેશ મિશ્રાએ દેશભરના ગરીબ વ્યક્તિઓના નામ ઉપર 23 કંપનીઓ બનાવી છે. એક અધિકારીએ જણાવ્યું કે બોગસ કંપનીઓ શરુ કરવા માટે તેમણે 80 કરોડ રુપિયાના નકલી ચલણ બનાવ્યા. કમલેશ મિશ્રાએ મોટી લોન મળે તેવા હેતુંથી પોતાનું ઉત્પાદન વધારે બતાવ્યું અને બોગસ બિલો બનાવ્યા.
અધિકારે જણાવ્યું કે અમે રેડ કરીને એવા લોકોની ઓળખ કરી છે, જેમણે કમલેશ મિશ્રાને બોગસ કંપનીઓના સીઇઓ બનાવ્યા. જીએસટી કૌભાંડની જાણ થતા તેમની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય ઘણા એવા લોકો છે કે જેમણે ચીની લોકો અને કંપનો સાથે મળીને બોગસ બિલો બનાવ્યા છે. આ તમામ લોકોને સકંજામાં લેવામાં આવ્યા છે.