બેેન્કિંગ ક્ષેત્રમાં ધિરાણ ઉપાડમાં જોવા મળેલી 5.14 ટકાની વૃદ્ધિ

0
62

– બેન્કોની થાપણ ૧૦.૫૦ ટકા વધી

– કોરોનાને કારણે ધિરાણ વૃદ્ધિ પર નોંધાયેલી ગંભીર અસર

૨૫ સપ્ટેમ્બરના સમાપ્ત થયેલા પખવાડિયામાં ેદેશની બેન્કિંગ વ્યવસ્થામાં ધિરાણ ઉપાડમાં  વાર્ષિક ધોરણે ૫.૧૪ ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. તે અગાઉના પખવાડિયા એટલે કે ૧૧ સપ્ટેમ્બરના પખવાડિયામાં ધિરાણ વૃદ્ધિ જોવા મળી હતી. પખવાડિક ધોરણે જોવા જઈએ તો ૨૫ સપ્ટેમ્બરના પખવાડિયામાં ધિરાણ વૃદ્ધિની માત્રા પાછલા પખવાડિયાની સરખામણીએ ઊંચી રહી છે.

૨૫ સપ્ટેમ્બરના પખવાડિયામાં બેન્ક ધિરાણ આંક રૂપિયા ૪૪૨૧૦ કરોડ વધી રૂપિયા ૧૦૨.૭૧ ટ્રિલિયન રહ્યો હતો. ૧૧ સપ્ટેમ્બરના પખવાડિયામાં  ધિરાણ ઉપાડ રૂપિયા ૧૩૧૯૮ કરોડ વધી રૂપિયા ૯૭.૬૮ કરોડ રહ્યો હોવાનું રિઝર્વ બેન્કના આંકડા જણાવે છે. 

સપ્ટેમ્બર ત્રિમાસિકના અંતિમ પખવાડિયામાં રિટેલ ક્રેડિટમાં થયેલી વૃદ્ધિને કારણે એકંદર ધિરાણ ઉપાડમાં વધારો જોવા મળ્યો છે એમ રિઝર્વ બેન્કના સુત્રોએ જણાવ્યું હતું. 

કંપનીઓએ પણ પોતાના ત્રિમાસિક ચોપડા બંધ કરતા પહેલા ધિરાણ મર્યાદાનો ઉપયોગ કરી લીધો હોવાનું જણાવાયું હતું. દેશમાં અનલોકિંગ તબક્કાવાર આગળ વધી રહ્યું હોવાથી ધિરાણ માટેની માગ મંદ રહે છે. કંપનીઓ પોતાના ખાતામાં નાણાં જાળવી રાખવાનો વ્યૂહ ધરાવે છે.

કોરોનાને કારણે દેશમાં લોકડાઉન લાગુ કરાતા ઉદ્યોગધંધા બંધ પડી ગયા હતા જેની અસર ધિરાણ ઉપાડ પર જોવા મળી રહી છે. ૨૫ સપ્ટેમ્બરના પખવાડિયામાં બેન્કિંગ વ્યવસ્થામાં ડીપોઝિટ ૧૫૬૩૨ કરોડ રૂપિયા વધી રૂપિયા ૧૪૨.૬૩ ટ્રિલિયન રહી હતી જે વાર્ષિક ધોરણે ૧૦.૫૧ ટકાની વૃદ્ધિ  દર્શાવે  છે, જે અગાઉના પખવાડિયામાં જોવા મળેલી ૧૨ ટકાની વૃદ્ધિ કરતા નીચી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here