બે અરીઆના જૈન સેન્ટરમાં આ વર્ષે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની શાનદાર ઉજવણી થયી

0
100

આ વર્ષે COVID -19 કોરોના રોગ વાયરસે સમસ્ત વિશ્વને તેના ભરડામાં લીધું છે ત્યારે વિપરીત સંજોગોમાં અને અતિ વિકટ સમસ્યાઓ ભર્યા સમયમાં પણ સમસ્ત અમેરિકામાં ઉત્સવોની ઉજવણી ONLINE માધ્યમથી કરીને સૌ ભક્તિ-સેવા કરનાર ભક્તો ધર્મલાભ લયી ભક્તિ રસમાં તરબોળ થયા છે અને ધન્યતા અનુભવી છે.

સિલિકોન વેલીના મિલપિટાસ નગર ખાતેના જૈન સેંટર ઓફ નોર્ધન કેલિફોર્નિયા ઉત્તર અમેરિકાનું એક એવું જૈન સેંટર છે જ્યાં પ્રાણ પ્રતિષ્ઠા વાળી પ્રતિમાઓ છે અને તે જૈન સંપ્રદાયના દરેક પંથો જેવા કે સ્વેતામ્બર, દિગંબર, સ્થાનક્વાસી, તેરાપંથી અને મદ રાજચંદ્રજીના શ્રાવકોને એક છત નીચે જૈન ધર્મના તાંતણે બાંધે છે.

ફક્ત ભારતમાં જ નહિ પરંતુ વિશ્નના ખૂણે ખૂણે વસેલા જૈન ધર્મના અનુયાયીઓ દર વર્ષે આ પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વને ભારે હર્ષોઉલ્લાસથી અને અતિ આનંદથી ઉજવે છે. પર્યુષણ મહાપર્વના દરેક દિવસનું ખાસ મહત્વ છે. જીવનકાળ દરમ્યાન જાગૃતિ લાવી ત્યાગ અને તપનું વિશિષ્ઠ મહત્વ સમજી સતત મનન અને ચિંતન સાથે ઉત્સવ ઉજવવાનો ઉમળકો અને હોંશ કંઈક વિશેષ જ હોય છે. પર્યુષણ પર્વમાં ઉપવાસ, તપ અને આરાધના દ્વારા આત્માની નજીક જવાનો ઉંડો સંકેત છે.

મિલપિટાસ જૈન સેન્ટરના પ્રમુખ બિરેનભાઈ શાહે જણાવ્યું હતું કે 23મી ઑગસ્ટ, 2020ના રોજ જૈન સેન્ટરના પાર્કિંગ લોટમાં શિસ્તબદ્ધ રીતે DRIVE-IN પારણાં કરાવ્યા હતા. શ્રાવકોને એપોઇન્ટમેન્ટ આપીને દર્શનનો પણ ધર્મલાભ આપ્યો હતો જેનો 700થી પણ વધુ શ્રાવકોએ લાભ લીધો હતો.

જૈન સેન્ટર, મિલપિટાસે પર્યુષણ મહાપર્વની ઉજવણી 15 ઑગસ્ટથી 22 ઓગસ્ટ દરમ્યાન, મદ રાજચંદ્ર પરંપરા અનુસાર 16 ઓગસ્ટથી 24 ઓગસ્ટ દરમ્યાન કરી હતી. દાસ લક્ષણા પર્વની ઉજવણી 22 ઓગસ્ટ થી 31 ઓગસ્ટ દરમ્યાન થયી હતી.

જૈન સેંટર, મિલપિટાસે તહેવારની ઉજવણીમાં અનેરા રંગો ભરવા અને શ્રાવકોને વધુને વધુ ધર્મલાભ આપવા ફક્ત અમેરિકાના જ નહિ પણ ભારતથી પણ જૈન ધર્મના વિદ્વાનો, પ્રખર અભ્યાસુઓ અને જાણીતા વિધિકારોને ઓનલાઈન માધ્યમથી પ્રવચન આપવા આમંત્રણ આપ્યા હતા.

જૈન ધર્મના ઉંડા અભ્યાસુ અને પ્રવચનકાર પ્રમોદભાઈ પટેલ, જીતુભાઇ શાહ, કિરણ પ્રકાશ જૈન, રિયા દીદી, પરમ અસ્મિતાજી મહાસતીજીએ આ મંગલ દિવસો દરમ્યાન ગુજરાતી અને હિન્દીમાં પ્રવચનો આપ્યા હતા.

રિકેશભાઈ શાહ અને પદ્મેશભાઈ પારેખે જૈન સેન્ટરમાં પર્યુષણ પર્વ દરમ્યાનની ધાર્મિક વિધિમાં સંચાલન કર્યું હતું. સપના સેરીમનીમાં ભાગ લેનાર શ્રાવકોએ જૈન સેન્ટરના ઑડિટોરીઅમમાં હાજરી આપી ધર્મલાભ લીધો હતો. અન્ય શ્રાવકોએ ઓનલાઈન માધ્યમથી હાજરી આપી ભાગ લીધો હતો. 22મી ઑગસ્ટે શ્રાવકોએ સંવત્સરી પ્રતિક્રમણનો ધર્મ લાભ લીધો હતો. દરેક ગ્રુપના શ્રાવકો માટે હિન્દી, ગુજરાતી અને અંગ્રેજીમાં પ્રતિક્રમણની વિધિ નોબન્દોબસ્ત કરાવ્યો હતો.

જૈન સેન્ટર, મિલપિટાસ અને JAINA દ્વારા પર્યુષણ મહાપર્વમાં દરરોજે ઓનલાઈન માધ્યમથી જૈન ધર્મના વિઘ્વાનો ડો.કુમારપાળ દેસાઈ, ડો.જીતેન્દ્ર શાહ અને ડો.બિપિન દોશીના પ્રવચનોનું પણ ખુબ સુંદર આયોજન થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here