બોમ્બે હાઈકોર્ટે NCBને પૂછ્યુ, ડ્રગ્સ લેનારને 1 વર્ષ અને પૈસા આપરનારને 20 વર્ષની સજા કેવી રીતે ?

0
32

બોમ્બે હાઈકોર્ટે બુધવારે રિયા ચક્રવર્તી, સૈમુઅલ મિરાંડા અને દીપેશ સાવંતને ડ્રગ્સ કેસમાં જામીન આપ્યા છે. અંદાજીત એક મહિનાથી ભાયખલા જેલમાં બંધ રિયા સાંજે 5.30 વાગ્યે જેલની બહાર નીકળી હતી. કોર્ટના નિર્ણય પછી જ્યા એક તરફ રિયા, સૈમુઅલ અને દીપેશ ખુલી હવામાં શ્વાસ લઈ રહ્યા છે. તો શૌવિક ચક્રવર્તી હજુ પણ જેલમાં છે. કોર્ટે તેની અને પૈડલર અબ્દુલ બાસિત પરિહારની જામીન અરજી રદ્દ કરી દીધી છે. પરંતુ બુધવારે કોર્ટનો નિર્ણય માત્ર આટલી જ વાત નથી. કોર્ટે ન માત્ર એનસીબીના લગાવેલ આરોપ ઉપર સવાલ ઉઠાવ્યા પરંતુ એડીપીસી એક્ટને પણ અસમ્માનજનક અને ખુબ જ ખરાબ બતાવ્યા છે.

બુધવારે કોર્ટની સામે પાંચ જામીન અરજીઓ હતી. વીડિયો કોન્ફરન્સ દ્વારા નિર્ણય સંભળાવતા જસ્ટિસ સારંગ કોટવાલે પહેલા શૌવિકના વકીલ સતીશ માનશિંદેના ચહેરા ઉપર નિરાશા હતી. તેના પછી જ્યારે જજે રિયાનું નામ લીધુ અને કહ્યું કે રૂ.1 લાખના બોન્ડ ઉપર રિયાને જામીન ઉપર મુક્ત કરવામાં આવે. કોર્ટે આ સાથે રિયાની સામે કેટલીક શરતો મુકી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે તે પોતાનો પાસપોર્ટ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોને સોંપી દે અને 6 મહિના સુધી દર મહિને ઓછામાં ઓછા એક કલાક માટે એનસીબી ઓફિસમાં હાજરી આપવાની રહેશે.

રિયાની જામીન અરજી આ પહેલા બે વખત રદ્દ કરવામાં આવી હતી. સેશન કોર્ટે અને સ્પેશ્યલ કોર્ટે રિયાની અરજી રદ્દ કરી હતી. એની પાછળ મોટું કારણ એ હતું કે એનડીપીએસ એક્ટની ધારા 27a છે. NCBએ રિયા ઉપર આરોપ લગાવ્યો છે કે તેણે ડ્રગ્સની ખરીદી માટે પૈસા આપ્યા હતા. ડ્રગ્સ ખરીદવા માટે આદેશ આપ્યો હતો. જેમાં 10-20 વર્ષ સુધીની કેદની સજા છે. જોકે મહત્વની વાત એ છે કે બોમ્બે હાઈકોર્ટે એનડીપીએસની આ ધારા ઉપર જ સવાલ ઉઠાવ્યા છે.

એનસીબીએ રિયાની જામીન અરજીનો વિરોધ કરતા કોર્ટમાં ફરીથી કહ્યું કે તેણે ડ્રગ્સ ખરીદવા માટે પૈસા આપ્યા છે. 27 A ની ધારા મુજબ કેસ બને છે. જેથી તેને જામીન ન મળવા જોઈએ. જેના પર જસ્ટિસ કોટવાલે કહ્યું કે ખુબ જ અસમ્માનજનક અને ખુબ જ ખરાબ છે કે જે માણસ ડ્રગ્સ લે છે તેને એક વર્ષની સજાની જોગવાઈ છે અને જે તેના માટે પૈસા આપે છે પછી તે મિત્ર હોય કે કોઈ સંબંધી તેને 20 વર્ષની જેલની સજા છે.

પોતાના 70 પન્નાના નિર્ણયમાં જસ્ટિસ કોટવાલે એનસીબીથી એ પણ કહ્યું કે રિયા ચક્રવર્તી અને સુશાંતસિંહ રાજપૂતના ઘરેથી ડ્રગ્સ નથી ઝડપાયું. અરજીકર્તા એટલે કે રિયા ચક્રવર્તીની વિરૂદ્ધ તમારા પાસે એવા કોઈ પૂરાવા નથી કે જે સાબિત કરી શકે તે ડ્રગ્સ ડિલર્સની ચેનનો ભાગ હતો. કોર્ટે પોતાના આદેશમાં કીધું છે કે સેલિબ્રીટીઓને વિશેષ જવાબદારી સાથે સજા ન આપવામાં આવી શકે. જ્યારે અરજી કર્તાને કોર્ટની સામે પહેલા રિમાન્ડ માટે લાવવામાં આવી તો તપાસ એજન્સીએ તેમની કસ્ટડી નથી માંગી. એનો મતલબ એ થયો કે એજન્સી પોતાની પૂછપરછથી સંતુષ્ટ છે અને અરજીકર્તાએ તપાસમાં સંપૂર્ણ સહયોગ કર્યો છે.

કોર્ટે પોતાના નિર્ણયમાં આગળ લખ્યું છે કે વધારેમાં વધારે એ તર્ક છે કે તે ગેરકાયદે વ્યાપારમાં સામેલ છે. પરંતુ તેમાં ધારા 37 મુજબ આવા કોઈ પદાર્થ મળી નથી આવ્યા. એવામાં કોર્ટ આ તર્ક સાથે સંમત અને સંતુષ્ટ છે કે અરજી કર્તા ધારા 19, 24 અને 27 A મુજબ અથવા તો ગેરકાયદે સામાનના વ્યાપારમાં સામેલ હોવાની દોષી નથી. તે કોઈ ડ્રગ્સ ડીલર્સની ચેનની ભાગ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here