બોલીવૂડની એવરગ્રીન અભિનેત્રી રેખા પ્રણય ત્રિકોણ પર આધારિત એક શોનો હિસ્સો બની

0
33

બોલીવૂડની એવરગ્રીન અભિનેત્રી રેખા જલદી  જ નાના પડદે જોવા મળવાની છે. સ્ટાર પ્લસના એક  શો ગુમ હૈ કિસી કે પ્યાર મેં નામના પ્રોજેક્ટમાં રેખા જોવા મળશે. હાલમાં જ મુંબઇની બાંદરાની એક પાંચ સિતારા હોટલમાં અભિનેત્રીએ આ પ્રોમો શૂટ કર્યો હતો. કહેવાય છે કે, ફક્ત ૧૦ કલાકના આ શૂટ માટે રેખાએ તગડી ફી લીધી છે.રેખાએ આ શૂટ માટે રૂપિયા બે કરોડ વસૂલ્યા હોવાની વાત છે.  

શો સાથે જોડાયેલા સૂત્રે જણાવ્યું હતું કે, આ શોનું ટાઇટલ રેખાની ૧૯૭૫માં રિલીઝ થયેલી ફિલ્મ રામપુર કા લક્ષ્મણમાંથી લેવામાં આવ્યું છે. શોના મેકર્સે જ્યારે રેખા સાથે આ વાત કરી ત્યારે રેખા આનંદવિભોર બની ગઇ હતી. વાતચીત દરમિયાન રેખાએ જણાવ્યું હતું કે, આ તેનું સૌથી પસંદગીનું  ગીત છે. જ્યારે મેકર્સે રેખાને આ પ્રોજેક્ટનો હિસ્સો બનાવાની ઓફર કરી તો અભિનેત્રીએ સ્વીકાર કરી લીધી હતી. જોકે તેણે કોસ્ચ્યુમથી લઇને હેર સ્ટાઇલિંગ અને મેકઅપ સુધી રેખાએ પર્સનલી જ પોતાનું લુક ફાઇનલ કર્યું હતું. 

ગુમ હૈ કિસી કે પ્યાર મેંના પ્રોમોમાં રેખાનો એક વીડિયો જોવા મળે છે.જેમાં તે આ ગીતગણગણી રહી છે, તેમજ આ શોની સ્ટોરી કહી રહી છે. આ શો ની વાર્તા એક આઇપીએસ અધિકારી  પર આધારિત છે. તે પોતાના પ્યાર અને કર્તવ્ય વચ્ચે મેળ નથી જાળવી શકતો. તેને પોતાની પ્રેમિકાની બદલે એક શહીદની પુત્રી સાથે લગ્ન કરવા પડે એમ હોય છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here