બ્રહ્માંડનું રહસ્ય માનવ ક્યારેય ઉકેલી શકશે ખરો?

0
88

 -બ્રહ્માંડના રહસ્યો જાણવામાં કોસ્મિક કિરણો મદદરૃપ થાય એમ છે. આ ઉપરાંત પ્રોટોન કિરણો પણ ઉપયોગી થશે.

આખરે ફ્રાંસ અને સ્વીટ્ઝર્લેન્ડની સરહદ ઉપર આવેલ જીનીવાની પ્રયોગશાળામાં આ સદીનો મહાપ્રયોગ પૂરો થઈ ગયો છે. પૃથ્વીના પેટાળમાં ૬૦૦ ફુટ ઉંડે અને ૨૩ કિ.મી. લાંબી ટનલમાં મહાધડાકો કરવામાં આવ્યો. આ સાથે જ ધર્મ અને વિજ્ઞાાનની મહા ટક્કરનો આરંભ થયો. સદીઓથી માણસને એ વાતનું કુતૂહલ હતું કે પૃથ્વીનો ઉદ્ભવ કેવી રીતે થયો અને બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થઈ. હવે એ દિશામાં ચાલતા અનુમાનો ઉપર પૂર્ણવિરામ નહીં તો અલ્પવિરામ જરૃર મૂકાશે.

૩૯ હજાર કરોડના ખર્ચે એક લાંબું ભોયરૃં ગાળીને વિશ્વના ૮૫ દેશોના વૈજ્ઞાાનિકોએ આ કોશિષ આદરી દીધી છે. ડો. પીટર હિગ્ઝ આની આગેવાની હેઠળની વૈજ્ઞાાનિકોની ટૂકડીએ આ અભિયાન શરૃ કર્યું છે. એમની આ કુતૂહલવૃત્તિ કમાલની છે.

બ્રહ્માંડના રહસ્યો જાણવામાં કોસ્મિક કિરણો મદદરૃપ થાય એમ છે. આ ઉપરાંત પ્રોટોન કિરણો પણ ઉપયોગી થશે. પહેલે જ દિવસે પ્રોટોનનું એક કિરણ છોડાયું. થોડા જ દિવસોમાં પ્રોટોનનું બીજું કિરણ સામા બાજુથી છોડીને બંને કિરણોની અથડામણ કરવામાં આવશે. ડો. પીટરે ૪૪ વર્ષ પહેલા એક વેણ (હઠ) લીધું છે.

એમને જુદા જુદા ધર્મોની બ્રહ્માંડની ઉત્પતિની થીયરીમાં વિસ્વાસ નથી. આથી બ્રિટનની એડિનબર્ગ યુનિવર્સિટીમાં અને ન્યુજર્સીના પ્રિન્સટન શહેરમાં લેકચર આપ્યા હતાં. તેઓ વિજ્ઞાાની હોવાથી વૈજ્ઞાાનિક અભિગમમાં માનતા હતાં. વૈજ્ઞાાનિકો હોવું અને વૈજ્ઞાાનિક હોવા છતાં અંધશ્રધ્ધાળુ છે. હમણાં ઈસરો દ્વારા એક ઉપગ્રહ છોડયો ત્યારે એ વૈજ્ઞાાનિકે નાળિયેર વધેર્યું હતું.

ભારતમાં પહેલી વખત ટ્રેન ઉપડી ત્યારે પણ રેલ્વેના અધિકારીઓએ નાળિયેર વધેરીને એને વિદાય આપી હતી પણ આ વખતે ટ્રેન ઉપડી ત્યારે પણ રેલ્વેના અધિકારીઓએ નાળિયેર વધેરીને એને વિદાય આપી હતી પણ આ અધિકારીઓની વાત થઈ. પહેલી વાત તો વૈજ્ઞાાનિકોની છે. વિજ્ઞાાન અને ધર્મ વચ્ચેનો સંબંધ શો એ હજી આપણે લોકો સમજી શકયા નથી, પરિણામે એક અત્યંત વિચિત્ર વૈચારિક ગૂંચવાડો સર્જાયો છે. 

આ ગૂંચવાડો ૧૯મી સદીની અધ્વચ્ચે શરૃ થયો હતો. એ વખતે યુરોપના મોટાભાગના દેશોમાં જર્મની પ્રભુસત્તા હતી. રાજયનો વહીવટ રાજાના હાથમાં હતો પણ લગ્ન છૂંટાછેડા અને વારસા જેવા વિષયો ચર્ચના હાથમાં હતા. રાજાએ કોની સાથે લગ્ન કરવા એ પણ ચર્ચની મંજૂરીથી નક્કી થતું.

ઈંગ્લેન્ડના રાજા એડવર્ડ આઠમાં એ રાજવી પરિવારને બદલે એક સામાન્ય યુવતી સાથે લગ્ન કર્યા ત્યારે એણે રાજપાટ છોડી દેવો પડેલો. આવી આણ ધર્માચારીઓની પ્રવર્તતી હતી એવામાં યુરોપમાં ચારે બાજુ વૈજ્ઞાાનિકો ફુટી નીકળ્યા અને એક પછી એક નવી નવી શોધખોળો થવા માંડી. 

ગેલીલિયો, કોપર નિકસ અને પીનોઝા જેવા વૈજ્ઞાાનિકોએ જે સાબિત કર્યું એ ધર્મગ્રંથોથી વિરુધ્ધ હતું. બાઈબલ અને કુરાનમાં લખ્યું છે કે, પૃથ્વી ચોરસ છે અને સૂર્ય પૃથ્વીની આસપાસ ફરે છે પણ વૈજ્ઞાાનિકોએ કહ્યું કે પૃથ્વી ગોળ છે અને પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. આવું કહેવા બદલ વૈજ્ઞાાનિકોને આકરી સજા થઈ. સ્પીનોઝાને જીવતો સળગાવવામાં આવ્યો. ગેલીલિયો અને કોપર નિકસને જેલમાં પૂરવામાં આવ્યા. એક વિજ્ઞાાનિકે ત્રાસથી મુક્તિ મેળવવા લખી આપ્યું કે પૃથ્વી ચોરસ છે અને સૂર્યની આસપાસ ફરે છે.

યુરોપની શાણી પ્રજાએ ગૂંચવાડો થોડા વરસોમાં જ દૂર કરી નાખ્યો. હોલીથોક નામના ચિંતકે સેકયુલર સિધ્ધાંત આપ્યો. આ સિધ્ધાંતનો સાર એ છે કે માણસે આ લોકની ચિંતા કરવી, પરલોકની ચિંતા છોડી દેવી. આ સિધ્ધાંત મુજબ સ્વર્ગ અને નરક એ માત્ર કલ્પના છે. આ સિધ્ધાંત મુજબ પૃથ્વીની ઉત્પતિ અબજો વરસ પહેલા થઈ હતી. ખ્રિસ્તી માન્યતા મુજબ મનુષ્યની ઉત્પતિ ૨૦૦૦ વર્ષ પહેલા થયેલી અને આદમ અને ઈવ (હવા) પૃથ્વીના પહેલા મનુષ્યો હતા.

ઈસ્લામ મુજબ મનુષ્યની ઉત્પતિ ૧૫૦૦ વરસ પહેલા થઈ હતી. ભારતીય પરંપરા કહે છે કે મનુષ્યની ઉત્પતિ ૪ થી ૫ હજાર વરસ પહેલા થઈ હતી પણ ડાર્વિને ઉત્ક્રાંતિનો સિધ્દાંત શોધી કાઢયો અને કહ્યું કે મનુષ્ય વાનરમાંથી આ અવતાર ધારણ કર્યો છે.

ન્યૂટને ગુરુત્વાકર્ષણ શોધી કાઢયું. સ્વીવન્સને વરાળની શક્તિ શોધી કાઢી અને એમાંથી આગગાડીની શોધ થઈ. ગુરુત્વાકર્ષણના સિધ્ધાંતે પૃથ્વીનો ચહેરો જ બદલી નાખ્યો. અત્યારે ઘેર ઘેર સંખ્યાબંધ ટી.વી. ચેનલો પ્રસારિત થાય છે એ ઉપગ્રહ આ ગુરૃત્વાકર્ષણના સિધ્ધાંતમાંથી જ બન્યો છે.

કાર્લ અગાન અને સ્ટીફન હોકીન્સ જેવા પ્રખર વૈજ્ઞાાનિકોએ બ્રહ્માંડની ઉત્પતિ અંગેની અવનવી વિચારધારા આપી છે. એક વિચારધારા બીગ બેંગ થીયરી તરીકે ઓળખાય છે. આ વિચારધારા મુજબ અબજો વરસ પહેલા બ્રહ્માંડમાં એક મોટો વિસ્ફોટ થયો હતો અને પરિણામે સૂર્ય, પૃથ્વી અને ચંદ્રની ઉત્પતિ થઈ. હવે કૃત્રિમ રીતે બીજો મોટો ધડાકો કરાયો છે. એક થીયરી બ્લેક હોલ તરીકે જાણીતી છે. પ્રો. હોકીન્સના કહેવા મુજબ આપણે પાર્ટિકલ્સ કે રજકણ વચ્ચેનો સંબંધનો અભ્યાસ કરવો જોઈએ.

એ રીતે ચારના ગુણાકારમાં ઉર્જામાં વધારો થતો રહેશે. હિગ્સ પાર્ટીકલ્સ કે જે અન્ય તમામ પાર્ટીકલ્સ કે જે અન્ય તમામ પાર્ટીકલ્સને દ્રવ્ય આપે છે. આ આખો પ્રયોગ ‘સર્ન’ના વૈજ્ઞાાનિકો કરી રહ્યાં છે. એનું આખું સ્વરૃપ યુરોપિયન ઓર્ગેનાઈઝેશન ઓફ ન્યુકિલયર રીસર્ચ થાય છે. આ સંસ્થાએ ૧૯૨૦ ટનનું રાક્ષસી કદનું મેગ્નેટ તૈયાર કર્યું છે.

વિશ્વભરના આઠ હજાર વૈજ્ઞાાનિકો એમાં સામેલ છે. જેમાં ભારતના ૭૦ વૈજ્ઞાાનિકોનો સમાવેશ થાય છે. એક મહિના પછી આ રહસ્યો ખૂલવાની શરૃઆત થશે એમ મનાય છે. જો બધું બરોબર ચાલશે તો બ્રહ્માંડના રહસ્યો એક પછી એક ખૂલવા માંડશે.

આ પ્રયોગ એક પ્રતિષ્ઠિત સંશોધન સંસ્થાએ કર્યું છે છતાં આ પ્રયોગને લઈને અફવાઓ ફેલાવવામાં આવી એ ચિંતાનો વિષય છે. હજી થોડા દિવસ પછી પ્રોટોનનું બીજુ કિરણ છોડવામાં આવશે ત્યારે બ્લેકહોલ સર્જાશે એવી અફવા ફેલાવવામાં આવી છે. અફવા એ માણસજાતનું અને આપણો મોટામાં મોટો દુશ્મન છે.

અફવા ફેલાવનાર જયોતિષી સમાજતા નતી કે આ પ્રયોગ કોઈ બેવકૂફ લોકોએ કર્યો નથી પણ દુનિયાભરના જાણીતા વૈજ્ઞાનિકોએ કર્યો છે. પશ્ચિમના દેશોમાં આ પ્રયોગથી કોઈ ભ્રમ કે અફવા ફેલાયા નહોતા. મતલબ કે આપણે એક પ્રજા તરીકે હજીસુધી આધુનિક વિચારધારાવાળા બન્યા નથી.

પુરાણા સમયમાં આપણે ત્યાં આર્ય ભટ્ટ અને વરાહ મિહિર જેવા ચિંતકો થઈ ગયા. જેમણે અવનવી વૈજ્ઞાનિક વિચારધારા આપી. એ જ રીતે વિશ્વનો ચારવાક નામે પહેલો રેશનાલીસ્ટ પણ આપણે ત્યાં થઈ ગયો. હવે આપણે ત્યાં કેટલાક લોકો ઘડિયાળના કાંટા ઉંધા ફેરવવામાં લાગ્યા છે.

ટેલીવિઝન એ વિજ્ઞાને શોધેલી એક ટેકનોલોજી છે. હવે એ જ ટી.વી. ચેનલો લોકોને ચમત્કારોના માર્ગે ચડાવી રહી છે. મતલબ કે વિજ્ઞાન દ્વારા આપણે અવૈજ્ઞાનિક વાતો ફેલાવીએ છીએ. જે વસ્તુ સંગઠિત ધર્મો વરસોથી કહી ન શકયા એ હવે વિજ્ઞાન કહી રહી છે ત્યારે ખૂલ્લા દિમાગથી સ્વીકારવાને બદલે એમાં અવરોધો નાખીએ છીએ.

પૃથ્વી ઉપર પ્રલય થવાનો છે એવી અફવા અવારનવાર આપણા દેશમાં ફેલાતી રહે છે. અત્યાર સુધી આવી અફવાઓ જયોતિષ વિદ્યાના નામે ફેલાતી હતી હવે પહેરીવાલ એક મોટો વૈજ્ઞાાનિક પ્રયોગ થવાનો છે ત્યારે વિજ્ઞાાનના નામે અફવા ફેલાવવામાં આવે છે. આ લોકો કોમનસેન્સથી વચિારતા નથી કે ૮૫ દેશો સત્તાવાર રીતે જે પ્રયોગ કરતા હોય એ પ્રલય લાવવા માટે થોડા કરે? આ પ્રયોગથી જે માહિતી મળશે એનાથી નવા સંશોધનના દરવાજા ખૂલશે.

જો કે બ્રહ્માંડના બધા રહસ્યો એકાએક બહાર આવશે એમ માનવાનું કારણ નથી પણ અવારનવાર ઉડતી રકાબીને લગતી વાતો ચગાવાય છે અને હિમાલયમાં બિગફુટ એટલે કે યતિ, એટલે કે યંત્રમાનવ દેખાય છે અને ઈન્ડોનેશિયામાં પણ લીટલફુટ દેખાય છે એવી અફવાઓ શમાવવામાં મદદ મળશે. હમણાં કેરળમાં પણ આવી જ અફવા ફેલાઈ હતી. માણસજાત કુતૂહલવશ આવી વાતોમાં જલદી વિશ્વાસ કરે છે પણ હજી સુધી કયાંય ઉડતી રકાબી પકડાઈ નથી કે યંત્રમાનવ હાથમાં આવ્યો નથી. આ  પ્રયોગમાં જે મસીન વપરાયું છે તે ૧૯૦૦ ટનનું છે.

આ વજન ભારે ગણાય પણ પૃથ્વીના વજન પાસે એ કાંઈ ન કહેવાય. આ સીધુ સાદુ ગણિત લોકો ન માને તો એમાં કોનો વાંક? આ બધા અહેવાલો અતાર્કિક છે અને લોકોમાં ભય પમાડે છે. આજનો યુગ વિજ્ઞાાનનો યુગ છે જે વાત કસોટીની એરણ ઉપર અને પ્રયોગશાળામાં સિધ્ધ ન થાય એ માનવી નહીં જોઈએ. પ્રલય એ એક ધાર્મિક માન્યતા છે આ માન્યતા વૈજ્ઞાાનિક નતી પણ છતાં આવો બકવાસ અવારનવાર ફેલાવવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here