ભરૂચ જિલ્લામાં કોરોનાના આજે ૨૧ પોઝીટીવ કેસ નોંધાયા

0
68

ભરૂચઃ બુધવાર :- ભરૂચ જિલ્લામાં કોરોના (COVID-19)ના તા.૦૭/૧૦/૨૦૨૦ ના રોજ ૨૧ કોરોના પોઝીટીવ કેસ મળી કુલ-૨૩૦૪ દર્દીઓ પોઝીટીવ આવેલ છે. જિલ્લામાં તા.૦૭/૧૦/૨૦૨૦ ના રોજ ૦૪:૦૦ વાગ્યા સુધીમાં કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓના – ૧૧૫૩ સેમ્પલ લેવામાં આવ્યા છે.

ભરૂચ જિલ્લામાં કોરોનાના કુલ-૨૩૦૪ પોઝીટીવ કેસ પૈકી ભરૂચ જિલ્લામાં કુલ-૨૯ દર્દીના મરણ થયેલ છે તથા ૨૦૫૯ વ્યક્તિઓને સાજા થતા રજા આપેલ છે. આજ રોજ ભરૂચ જિલ્લાના ૨૧૬ વ્યક્તિઓ સારવાર હેઠળ છે.   

કોવિડ-૧૯ ના મરણ અંગેની માહિતી સરકારશ્રી ધ્વારા નિયત થયેલ ઓડીટ કમિટી ધ્વારા નક્કી થયા બાદ જાહેર કરવામાં આવે છે એમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા પંચાયત ભરૂચે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here